ઈમરાન હજુ પણ હાર માનવા તૈયાર નથી, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા મોટો ‘ગેમપ્લાન’ બનાવ્યો

ઈસ્લામાબાદ, ઈમરાન ખાન હજુ પણ વિપક્ષ સામે હાર માનવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટમાંથી લાગેલા આંચકા બાદ પણ તેઓ જણાવે છે કે હું છેલ્લા બોલ સુધી લડશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના ર્નિણયને ગેરબંધારણીય ગણાવ્યો છે.
કોર્ટના આ સ્ટેન્ડને કારણે ઈમરાનને હવે ૯ એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ જાણકારો જણાવી રહ્યા છે કે ઈમરાનની સ્વિંગને ભલે સુપ્રીમ કોર્ટે નો બોલ ગણાવ્યો હોય, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઈમરાને બીજી વખત મોટો ગેમપ્લાન બનાવી લીધો છે.
ઈમરાન ખાને ફ્લોર ટેસ્ટ પહેલા જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘મેં કેબિનેટની સાથે સંસદીય દળની બેઠક બોલાવી છે. હું ૮ એપ્રિલની સાંજે રાષ્ટ્રને સંબોધિત કરીશ.
દેશ માટે મારો સંદેશ છે કે હું હંમેશા પાકિસ્તાન માટે છેલ્લા બોલ સુધી લડ્યો છું અને આગળ પણ લડીશ. હવે જાેવાનું દિલસ્પર્શ રહેશે કે શું ઈમરાન આવતીકાલે થનાર આ ‘ટેસ્ટ’માં પાસ થઈ શકે છે કે કેમ કારણ કે શરૂઆતથી જ માનવામાં આવે છે કે તેમની પાસે પૂરતી બહુમતી નથી.
સુપ્રીમ કોર્ટની ૫ ન્યાયાધીશોની બેન્ચે નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરતા શનિવારે યોજાનાર અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના સંસદ ભંગ કરવાના ર્નિણયને પણ ગેરકાયદેસર ગણાવ્યો છે. કોર્ટે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સાથે તેમની કેબિનેટની પણ પુનઃસ્થાપના કરી છે.
એવામાં ઇમરાન ખાને હવે ન ઇચ્છતા પણ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. સુનાવણી દરમિયાન પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે કહ્યું કે નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીનો ૩ એપ્રિલનો ર્નિણય ખોટો હતો.
સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ હવે ઈમરાન ખાન પાસે મર્યાદિત વિકલ્પો બચ્યા છે. કોર્ટના આદેશ અનુસાર પાકિસ્તાની સંસદમાં શનિવારે સવારે ૧૦ વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
એ વાત લગભગ નિશ્ચિત છે કે ઈમરાનને સંખ્યા બળ ભેગું કરવામાં મુશ્કેલી પડશે. એવામાં ઈમરાન અપમાનથી બચવા પહેલા રાજીનામું આપી શકે છે. જ્યારે બીજાે અને છેલ્લો વિકલ્પ છે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો. આ ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે વિપક્ષી એકતાને તોડવાનો એક મોટો પડકાર છે, જે હાલના સમયે શક્ય લાગતો નથી.HS