ઈમાનદારી હજુ જીવે છેઃ શાકભાજીની લારીવાળાએ ગ્રાહકને મોબાઈલ પરત કર્યો
મોડાસામાં શાકભાજીની લારી પર ગ્રાહક મોંઘાદાટ મોબાઇલ ભૂલી જતા ફેરિયાએ ગ્રાહકને મોબાઈલ પરત કર્યો
ભિલોડા,ઈમાનદારી એ કોઇનો ઇજારો નથી અને આ કેહવત ને સાર્થક કરી છે, મોડાસાના એક શાકભાજી વેચતા લારીવાળાએ મોડાસાના એક રહીશ શાકભાજી લીધા પછી મોબાઇલ ફોન લારી પર ભુલી ગયા હતા. પરંતુ ઇમાનદાર લારીવાળાએ એમનો મોબાઇલ હેમખેમ પરત આપ્યો હતો.
મોડાસાના એક રહીશ મંગળવાર ના રોજ સાંજના સમયે મોડાસા ના બજાર માં ગયા હતા. ઘરે વળતા શાકભાજી ની લારી પર થી કાકડી લીધી, ઉતાવળ તેમનો મોબાઇલ ફોન લારી પર ભૂલી ગયા હતા. ઘરે પહોંચી એમને ખ્યાલ આવતા જે દુકાને ગયા હતા ત્યાં ફરીથી ગયા, જોકે દુકાનદારે જણાવ્યુ કે મોબાઇલ એની દુકાન પર નથી ભુલી ગયા .
એક માસ પહેલા રૂ.૧૭૦૦૦ નો ફોન લીધો હતો એટલે એમની ચિંતા વધી હતી, ત્યારબાદ તેમણે મોબાઇલ જોડતા રિંગ જવા લાગી પણ કોઈ જવાબ ના મળ્યો એટલે લાગ્યું હવે મોબાઇલ નહી મળી.
ચાર થી પાંચ વાર રિંગ કરી ત્યારે સામે થી કોઇ ભાઇ બોલ્યા અને નામ પુછ્યું તો જણાવ્યું ઇમરાન ભાઈ અને તરત જ બોલ્યા કે, તમારો મોબાઇલ મારી પાસે છે. નવું બસ સ્ટેન્ડ બને છે, ત્યાં આવી ને લઈ જાઓ.
મોબાઇલ ના માલીક, બીજા એક ભાઈ ની મદદ લઈ ત્યાં પહોંચ્યા ત્યારે ઇમરાનભાઇ તેમની રાહ જ જોઇ રહ્યા હતા. ઇમરાનભાઇએ મોબાઇલ પરત આપતા મોબાઇલ ના માલિકે તેમની પ્રામાણિકતા પર ખૂશ થઇ રૂપિયા 500 આપ્યા ત્યારે ઘણી આનાં કાની પછી ઇમરાન ભાઈ એ રૂપિયા લીધા. આમ પ્રામાણિક માણસ થકી માણસાઈ ના દર્શન થયા.