ઈમારતોમાં દુર્ઘટના બને તો ફાયરનું એક પણ સાધન કામ લાગી શકે તેમ નથી
ફાયર વિભાગના મોટાભાગના સાધનો ઊંચી ઈમારતોમાં ૯૦ મીટર સુધી જ પહોંચવાની ક્ષમતા ધરાવે છે
અમદાવાદ, ગત સપ્તાહમાં અમદાવાદ શહેરના ફાયર અને ઈમર્જન્સી સર્વિસ વિભાગ દ્વારા પોતાના બચાવ સાધનોની સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા દરમિયાન હાઈડ્રોલીક પ્લેટફોર્મ તેમજ સીડીઓની પણ ચકાસણી કરવામાં આવી.
પરંતુ સમીક્ષા પછી જાણવા મળ્યું કે, ૧૧૯ મીટર ઉંચી ઈમારતમાં જાે કોઈ દુર્ઘટના બને તો વિભાગનું એક પણ સાધન તે સમયે કામ લાગી શકે તેમ નથી. આટલુ જ નહીં, હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્નટેબલ રેસ્ક્યુ બૂમ જેવા સાધનો માત્ર ૯૦ મીટર સુધીની ઉંચાઈ સુધી જ પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે વિભાગના અમુક મશીનોમાં તાત્કાલિક સમારકામની જરુર પણ જણાઈ હતી. જેમ કે અમુક સાધનોમાં સેન્સર કામ નથી કરતા, હાઈડ્રોલિક સિસ્ટમમાં તેલ બદલવાની જરૂર છે તેમજ અમુક મિકેનિકલ પાર્ટને તાત્કાલિક બદલવાની જરૂર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં ચારમાંથી ત્રણ ઉંચી ઈમારતોને અમે મંજૂરી આપી છે. આ ઈમારતો લગભગ ૧૨૦ મીટર ઉંચી હશે. આ ઈમારતો બોપલ-આંબલી રોડ, શીલજ, સાયન્સ સિટી અને ગોતા વિસ્તારોમાં બનવાની છે.
આટલી ઉંચાઈ સુધી પહોંચી શકે તેવા બચાવ સાધનો અમારી પાસે ઉપલબ્ધ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વધુ હાઈડ્રોલિક પ્લેટફોર્મનો પ્રસ્તાવ મૂકવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ ફંડની સમસ્યા નડી રહી છે. વર્તમાનમાં, છહ્લઈજી પાસે ત્રણ હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્નટેબલ સીડીઓ છે, જેની અલગ અલગ ઉંચાઈ છે.
છસ્ઝ્રના અધિકારીએ જણાવ્યું કે, આ તમામ સાધનોમાં સમારકામની જરૂર છે અને અમુક સ્પેર પાર્ટ્સ બદલવાની જરૂર છે. આ કામ માટે અમે એજન્સીને વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ્યારે હાઈ કોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર સેફ્ટી BU વિનાની ઈમારતો બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે એએમસીએ ઉત્તર આપ્યો હતો કે શહેરમાં આ પ્રકારની ૧૩૯૬ ઈમારતો છે.
નોંધનીય છે કે, અધિકારીના જણાવ્યા અનુસાર, ૬થી ૧૦ માળની ઈમારતમાં આગની ઘટના બને ત્યારે બચાવકાર્ય દરમિયાન સૌથી વધારે ઉપયોગ ૫૪ મીટર લાંબી સીડીનો થાય છે. રેસ્ક્યુ વાનને પણ સમારકામની જરૂર છે. પાછલા બે મહિનાથી અમે રાહ જાેઈ રહ્યા છે, પરંતુ બજેટ ક્લિઅર કરવામાં ઘણો સમય વ્યર્થ થઈ રહ્યો છે.