ઈમારત તોડતી વખતે તો બહુ ઝડપ બતાવો છો, બીએમસીની હાઈકોર્ટે ઝાટકણી કાઢી
મુંબઈ,ફિલ્મ સ્ટાર કંગનાની ઓફિસ તોડવાના મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે મુંબઈ કોર્પોરેશનની બરાબર ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે સુનાવણી દરરમિયાન મુંબઈમાં ધરાશાયી થઈ રહેલી ઈમારતોને લઈને સવાલ પૂછ્યો હતો.કોર્ટે કહ્યુ હતુકે, પડી ગયેલી ઈમારતોને એવીને એવી છોડી શકાય નહી,
મુંબઈ કોર્પોરેશન અને કંગના વતી તેમના વકીલો દલીલ કરી રહ્યા હતા.આ દરમિયાન કોર્પોરેશનના વકીલે કહ્યુ હતુ કે, પડી ગયેલી ઈમારતોને હટાવવા માટે જવાબ આપવા બે દિવસનો સમય જરુરી છે ત્યારે જજે સંભળાવ્યુ હતુ કે, આમ તો કોર્પોરેશન તોડવાનુ કામ ઝડપથી કરે છે અને જ્યારે કોઈ વાત પર જવાબ માંગવાનો હોય તો તમારા પગ પાછા પડે છે.કોર્ટ કાલે બપોરે આ મામલાની સુનાવણી કરવાનુ છે.કોર્ટે કંગનાના વકીલ પર પણ અરજી યોગ્ય રીતે લખાઈ નહીં હોવાના મુદ્દે નારાજગી દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે, વરસાદમાં મુંબઈમાં એક ઈમારત પડી જવાથી 40 જેટલા લોકોના મોત થયા છે ત્યારે કંગનાએ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને કોર્પોરેશન પર નિશાન સાધીને કહ્યુ છે કે, આટલુ ધ્યાન જો પડી ગયેલી બિલ્ડિંગ પર પહેલા આપ્યુ હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.