ઈમ્પેક્ટ અંતર્ગત નામંજુર ૧ લાખ ૧પ હજાર અરજીઓની મિલ્કતો સામે કાર્યવાહી કયારે?
ભ્રષ્ટ અધિકારીઓ લાકડાની તલવાર વીઝી પ૦ વર્ષ જુની મિલ્કતો સામે કાર્યવાહી કરે છે જયારે પાંચ-સાત વર્ષ જુના ગેરકાયદેસર બાંધકામવાળા જલસા કરતા હોવાના આક્ષેપ
૪ર હજાર મિલ્કતો સરકારી જમીન પર હોવાથી અરજીઓ દફતરે થઈઃ લેન્ડ ગ્રેબીંગ અંતર્ગત ફરિયાદ ક્યારે થશે ?
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહીનાથી સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ફાયર એન.ઓ.સી. તેમજ વેલીડ બી.યુ. પરમીશન ન હોય તેવી અંદાજે ત્રણ હજાર મિલ્કતોને સીલ કરવામાં આવી છે તેમજ બે હજાર કરતા વધુ મિલ્કતોને નોટિસ આપી છે.
શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને ફાયર સેફટીનો ધંધો મેળાપીપણાથી ચાલી રહયો છે તે બાબત અનેક વખત સાબિત થઈ ચુકી છે. આગ લાગવી કે મિલ્કત ધરાશયી થવી જેવી દુર્ઘટના બાદ એસ્ટેટ તથા ફાયર વિભાગના અધિકારીઓ સફાળા જાગૃત થાય છે તથા લાકડાની તલવાર લઈને આડેધડ ચલાવવામાં આવે છે.
ર૦૧૧માં નામદાર હાઈકોર્ટના આદેશ બાદ માર્જિન અને પાર્કીંગના બાંધકામો દુર કરવા માટે ઝુંબેશ શરૂ કર્યા બાદ ગુડા એક્ટ અંતર્ગત ઈમ્પેકટનો અમલ થયો છે. જેના નિયમ મુજબ નામંજુર કરવામાં આવેલી મિલ્કતો સામે કાર્યવાહી કરવાની હતી પરંતુ તંત્ર નિંદ્રાધીન રહયુ હોવાથી ૧ લાખ ૧પ હજાર મિલ્કતોને “દીધાર્યુ ભવ” ના આર્શીવાદ આપવામાં આવ્યા હતા. હાલ પણ જે કાર્યવાહી થઈ રહી છે તે આ આર્શીવાદથી વંચિત મિલ્કતો સામે જ થતી હોવાના આક્ષેપ થઈ રહયા છે.
રાજય સરકારે ર૦૧રમાં જાહેર કરેલા ગુડા એક્ટની કટ ઓફ ડેઈટ ર૮ માર્ચ ર૦૧૧ નકકી કરવામાં આવી હતી. સદ્ર એકટના ૦૬ વર્ષના અમલીકરણ દરમ્યાન ર૩૪૧૦પ અરજી મળી હતી જે પૈકી ૧ર૮૦૪૯ અરજી મંજુર થઈ હતી જયારે અન્ય ૧૧પ૦પ૬ અરજી નામંજુર થઈ હતી. મ્યુનિ. તંત્ર દ્વારા જે અરજીઓ રદ કરવામાં આવી હતી તે પૈકી સૌથી વધુ ૪ર૧૭૬ અરજી સરકારી જમીન પર થયેલ બાંધકામોની હતી. રાજય સરકારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ જાહેર કર્યા છે.
ત્યારે આ ૪ર૧૭૬ અરજીના આધારે કાર્યવાહી કરવી સરળ બને છે પરંતુ અહીં ઈચ્છાશક્તિનો અભાવ જાેવા મળે છે. તેવી જ રીતે ફાયર એનઓસી માટે રોજ અલગ-લગ આંકડા જાહેર થાય છે. પરંતુ ઈમ્પેક્ટ અંતર્ગત ફાયર એનઓસીના કારણે નામંજુર થયેલ ૧૯ર અરજી અંગે કુલ્ડીમાં ગોળ ભાંગવામાં આવી રહયો છે.
તંત્ર દ્વારા ૪પ૮૯૦ અરજીઓ અન્ય કારણોસર દફતરે કરવામાં આવી હતી. ઈમ્પેક્ટમાં અરજી નામંજુર કરવાના નિયમો સિવાયના કયા કારણોસર ૪પ હજાર કરતા વધુ અરજી દફતરે કરવામાં આવી છે તે બાબત પણ જાહેર કરવી જરૂરી છે.
ગુડા એક્ટના અમલીકરણ દરમ્યાન કટ ઓફ ડેઈટ પછી થયેલા બાંધકામોની અરજીઓ પણ મંજુર થઈ છે
https://westerntimesnews.in/news/62982
આ પ્રકારની અરજીઓ મંજુર કરીને કેટલાક અધિકારીઓની તિજાેરી છલકાઈ ગઈ હોવાની ચર્ચા પણ ચાલી હતી તેવી જ રીતે હેરીટેઝ મિલ્કતોના બાંધકામને પણ બી.યુ.માં મંજુર કરવામાં આવ્યા છે. જેમાં બી.ડી. આર્ટ્સ કોલેજનો ભ્રષ્ટાચાર ચર્ચાસ્પદ બન્યો હતો. તંત્ર દ્વારા દફતરે કરવામાં આવેલી અરજી સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી જયારે તે સિવાયના બાંધકામો સામે લાકડાની બુઠ્ઠી તલવાર વીંઝવામાં આવી રહી છે.
શ્રેય હોસ્પિટલ દુર્ઘટના બાદ સીલ કરવામાં આવેલ હોસ્પિટલોમાં પ૦ વર્ષ જુના હોસ્પીટલ બીલ્ડીંગને પણ સીલ કરવામાં આવ્યા હોવાના ઉદાહરણ છે. જયારે પાંચ-સાત વર્ષ પહેલા મંજુરી વિના થયેલા બાંધકામોમાં ચાલતી હોસ્પીટલોને કોવિડ સેન્ટરની મંજુરી આપવામાં આવે છે. આને ભ્રષ્ટાચાર નહીં તો બીજુ શુ કહેશો ?
https://westerntimesnews.in/news/62702