ઈરફાનના દીકરાએ સંજયના જલ્દી સ્વસ્થ થવા કામના કરી
મુંબઈ, થોડા દિવસો પહેલા જ સંજય દત્તને ફેફસાનું સ્ટેજ-૩નું કેન્સર હોવાની જાણકારી સામે આવી. આ ખબર આવ્યા બાદથી સંજુ બાબાના પરિવાર સાથે તેમના ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. સંજય દત્ત હાલમાં તે ર્નિણય કરી રહ્યા છે કે સારવાર માટે અમેરિકા જવું કે સિંગાપોર. આ વચ્ચે ઈરફાન ખાનના દીકરા બાબિલે સંજય દત્ત માટે એક પોસ્ટ લખી છે. બાબિલે જણાવ્યું કે, જ્યારે તેના પિતા અને લિજેન્ડરી એક્ટર ઈરફાન ખાનને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે સંજય દત્તે મદદ માટે હાથ આગળ લંબાવ્યો હતો. જણાવી દઈએ કે ઈરફાન ખાનનું નિધન આ વર્ષે એપ્રિલમાં થયું હતું. બાબિલે સંજય દત્તને કેન્સર ડિટેક્ટ થવા પર એક પોસ્ટ લખી છે અને આ પોસ્ટમાં તેણે ઈરફાન અને સંજય દત્તની એક તસવીર શેર કરી છે.
પોસ્ટમાં તેણે મીડિયા અને લોકોને રિક્વેસ્ટ કરી છે કે તેઓ એક્ટર અને તેના પરિવારના યોગ્ય સ્પેસ આપે. જેથી સંજય દત્ત કોઈપણ બેચેની વિના પોતાની સારવાર કરાવી શકે. બાબિલે આ ઉપરાંત તેમ પણ જણાવ્યું કે, સંજય દત્ત પહેલા એવા વ્યક્તિ રહ્યા, જેણે ઈરફાન ખાનના કેન્સર ડિટેક્ટ થવા પર તેમના પરિવારનો સાથ આપ્યો હતો. તે આગળ લખે છે કે, સંજુ ભાઈ પહેલા એવા વ્યક્તિ હતા જેમણે અમને તમામ પ્રકારે મદદનું આશ્વાસન આપ્યું હતું, જ્યારે મારા પિતાને કેન્સર ડિટેક્ટ થયું હતું.
મારા પિતા દેહાંત બાદ પણ સંજુ ભાઈ ફરી એકવાર અમારા સપોર્ટમાં મજબૂતી સાથે ઊભા હતા. તે આગળ લખે છે, પ્લીઝ હું તમને હાથ જોડીને નિવેદન કરું છું કે તેમને આ લડાઈને શાંતિથી લડવા દેવામાં આવી. તમને યાદ હશે કે આપણે અહીં સંજુ બાબા વિશે વાત કરી રહ્યા છીએ. તેઓ એક ટાઈગર છે, એક ફાઈટર છે. તમારો ભૂતકાળ તમારી વ્યાખ્યા નથી કરતો પરંતુ તમે તેનાથી શીખો છો અને સારા બનો છો. મને પૂરી આશા છે સંજુ બાબા ફરી એકવાર આ લડાઈમાં ફાઈટર સાબિત થશે.SSS