ઈરાએ ફિટનેસ કોચ સાથેના સંબંધને મહોર મારી દીધી
મુંબઈ: બોલિવુડના મિસ્ટર પર્ફેકશનિસ્ટ આમિર ખાનની દીકરી ઈરા ખાન પોપ્યુલર સ્ટારકિડ્સ પૈકીની એક છે. સોશિયલ મીડિયા પર ઈરાનું ફેન ફોલોઈંગ પણ સારું કહી શકાય તેવું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ઈરા તેની વિવિધ પોસ્ટના કારણે ચર્ચામાં આવતી રહે છે.
ક્યારેક ડિપ્રેશન તો ક્યારેક તેના માતાપિતાના અલગ થવા અંગેની વાત તો ક્યારેક કોઈ ફેમિલી ફોટોના કારણે ઈરા હેડલાઈનમાં રહે છે. જાે કે, આ વખતે ઈરા તેની રિલેશનશીપના કારણે ચર્ચામાં છે.
થોડા દિવસ પહેલા ચર્ચા હતી કે ઈરા ફિટનેસ ટ્રેનર નૂપુર શિખારેને ડેટ કરી રહી છે. ત્યારે હવે ઈરાએ બોયફ્રેન્ડ સાથેની ખાસ તસવીરો પોસ્ટ કરીને રિલેશનશીપ પર મહોર મારી દીધી છે. વેલેન્ટાઈન્સ વીક ચાલી રહ્યું છે ત્યારે ઈરાએ પ્રોમિસ ડે પર નૂપુર સાથે તસવીરો શેર કરી છે.
ઈરાએ શેર કરેલી તસવીરોમાંની પહેલી તસવીર કેન્ડીડ છે. બીજી તસવીરમાં લવ બર્ડ્સ પીળા રંગના કપડાંમાં ટિ્વનિંગ કરતું જાેવા મળે છે. આ સિવાય, ગાર્ડનમાં બેઠેલા, એકબીજાનો હાથ પકડેલી અને વાઈન પીતી તસવીરો ઈરાએ શેર કરી છે.
આ તસવીરો શેર કરતાં ઈરાએ લખ્યું, તને અને તારી સાથે વચનો લેવા ગર્વની વાત છે? ઈરાની આ પોસ્ટ પર નૂપુરે કોમેન્ટ કરીને આઈ લવ યુ લખ્યું છે. આ ઉપરાંત એક્ટર કરણવીર બોહરા અને એક્ટ્રેસ ફાતિમા સના શેખ સહિત ઘણા સેલેબ્સ અને ફેન્સે કોમેન્ટ કરીને કપલ પર પ્રેમ વરસાવ્યો છે.
જણાવી દઈએ કે, ઈરા આમિર ખાન અને રીના દત્તાની દીકરી છે. તેનો ભાઈ જુનૈદ ઘણીવાર પિતાની ફિલ્મમાં આસિસ્ટન્ટનું કામ કરતો જાેવા મળ્યો છે. ૨૦૧૯માં ઈરા ખાને એક નાટકનું ડાયરેક્શન કર્યું હતું. ડાયરેક્ટર તરીકેના ઈરાના ડેબ્યૂ નાટકમાં હેઝલ કીચે લીડ રોલ કર્યો હતો.