Western Times News

Gujarati News

ઈરાનનો ઈરાકમાં આવેલા અમેરીકાના લશ્કરી થાણા પર હવાઈ હુમલો

મોડીરાત્રે ઈરાને અમેરિકાનાં ત્રણ લશ્કરી થાણાંઓ ઉપર ૧૫ જેટલી મિસાઈલોથી હુમલો કરતાં વ્યાપક નુકસાન: અમેરિકા હવે હુમલો કરશે તો અંદર ઘૂસીને વધુ હુમલા કરવાની ઈરાનની ધમકી

તહેરાન: અમેરિકાએ તા.૩જી જાન્યુઆરીએ હવાઈ હુમલો કરી ઈરાનનાં કમાન્ડર સુલેમાનીની હત્યા કરી હતી. જેનાં પગલે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તંગદીલી વધી રહી છે અને યુદ્ધ જેવો માહોલ જાવા મળી રહ્યો છે. અમેરિકાનાં હવાઈ હુમલાનાં જવાબમાં ગઈકાલે રાત્રે ઇરાને અમેરિકાનાં લશ્કરી થાણાંઓ ઉપર હવાઈ હુમલો કરતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાને અમેરિકાનાં ત્રણ લશ્કરી થાણાં ઉપર ૧૫ જેટલી મિસાઈલો છોડી હતી. જેનાં પગલે વ્યાપક નુકસાન થયું છે.


આ ઘટનાનાં પગલે અમેરિકાનાં રાષ્ટ્રપતિએ તાત્કાલિક વ્હાઈટ હાઉસમાં ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ હાજર છે. ઈરાનનાં હવાઈ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્‌વીટ કરીને ઓલ ઈઝ વેલ હોવાનું જણાવ્યું છે. તો બીજી બાજુ ઈરાને ધમકી આપી છે કે, હવે પછી જા અમેરિકા હવાઈ હુમલો કરશે ઇરાન અમેરિકામાં ઘૂસી વ્યાપક પ્રમાણમાં હુમલો કરશે. આ ઘટનાક્રમ બાદ અનેક દેશોનાં પ્રવાસી વિમાનોને ઇરાનની એરસ્પેસમાંથી પસાર નહીં થવા માટે જણાવી દેવામાં આવ્યો છે.

વિશ્વમાં ફરી એકવખત યુદ્ધનાં ભણકારાં વાગવાં લાગ્યાં છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદીલી વધતાં સમગ્ર વિશ્વમાં તેની અસર જાવા મળી રહી છે. ક્રૂડ ઓઈલનાં ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે અને સોનાનાં ભાવ પણ વધી ગયાં છે. અમેરિકાએ તા.૩જી જાન્યુઆરીનાં રોજ હવાઈ હુમલો કરી ઈરાનનાં કમાન્ડરને ઠાર માર્યાં હતા. આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને ઈરાને આ ઘટનાનો બદલો લેવાનો જાહેર કર્યું હતું. ગઈકાલે સુલેમાનીની અંતિમવિધિ કરાયા બાદ ઈરાનનું લશ્કર એલર્ટ થઈ ગયું હતું. બીજી અમેરિકા પણ સતર્ક બનેલું હતું.

આ દરમ્યાનમાં ગઈકાલે રાત્રે ઈરાને અમેરિકા ઉપર હવાઈ હુમલો કરતાં વિશ્વભરનાં દેશોમાં ખળભળાટ મચી ગયો હતો. ઈરાને અગાઉ કરેલી જાહેરાત મુજબ બદલો લેવા માટે આ હુમલો કર્યાે હતો. ઈરાને અમેરીકાનાં ત્રણ લશ્કરી મથકો (૧) અલ-અસદ, (૨) તાજી (૩) ઈરબીલ પર મિસાઈલથી હુમલો કર્યાે હતો. ઈરાને અમેરિકાનાં આ ત્રણેય લશ્કરી થાણાં ઉપર ૧૫ જેટલી મિસાઈલો ફાયર કરી હતી. જેનાં પરીણામે અમેરિકાનાં લશ્કરી મથકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

ઈરાને અમેરિકા ઉપર કરેલાં હવાઈ હુમલાંથી સમગ્ર અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. અને અમેરિકાનું લશ્કર પણ એલર્ટ થઈ ગયું હતું. બીજી બાજુ આ અંગેની જાણ થતાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાત્કાલિક હવાઈ હુમલામાં લશ્કરી મથકોને થયેલાં નુકસાનીનો સર્વે કરવા પહોંચી ગયા હતા. ઈરાનના વિદેશ મંત્રી જવાદ જાફરીએ આ હુમલા બાદ જણાવ્યું હતું કે અમે સ્વબચાવમાં આ હુમલો કર્યાે છે. અમે યુદ્ધ નથી ઈચ્છતાં પરંતુ કોઈપણ હુમલો કરશે તો તેનો જવાબ આપવાં તૈયાર છીએ. તેમણે એમપણ જણાવ્યું હતું કે અમેરિકા હવે એકપણ ભૂલ કરશે તો અમે અમેરિકામાં ઘૂસી હુમલો કરીશું.

ઈરાનના વિદેશમંત્રીના આ નિવેદનથી પરિસ્થિતિ  વધુ તંગ બની છે. બીજીબાજુ ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી છે જેમાં લશ્કરી અધિકારીઓ હાજર રહ્યાં છે. આ ઉપરાંત અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ ખાસ ઉપસ્થિત રહ્યાં છે.

આ બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. ઈરાને કરેલાં હવાઈ હુમલા બાદ હવે અમેરિકા વધુ આક્રમક બને તેવી દહેશતથી વિશ્વભરનાં દેશો એલર્ટ થઈ ગયાં છે. અમેરિકાએ સૌ પ્રથમ ખાડી દેશોમાં પ્રવાસી વિમાનોને જવા પર મનાઈ ફરમાવી દીધી છે.

આ ઉપરાંત સિંગાપુર એરલાઈન્સે પણ ઈરાનની એરસ્પેસમાંથી પસાર થતાં વિમાનોને પણ અન્ય રૂટો પર ડ્રાયવર્ટ કરી દીધાં છે. ઈરાને અમેરિકા ઉપર આજે ત્રણ હવાઈ મથકો પણ હુમલાં કરેલાં છે. તે પૈકી કોઈપણ એક હવાઈ મથકનો ઉપયોગ ઈરાન ઉપર કરવામાં આવેલાં હવાઈ હુમલા માટે કરવામાં આવ્યો હતો.

ઈરાને અમેરિકા ઉપર ૧૫ જેટલી મિસાઈલો છોડતાં જ હવે પરિસ્થિતિ  વધુ તંગ બની ગઈ છે. ઈરાને તેની સાથે રહેલાં દેશોનાં પ્રમુખો સાથે વાતચીતનો દોર શરૂ કરી દીધો છે. ત્યારે બીજીબાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે આક્રમક જાવા મળી રહ્યાં છે. જેનાં પરીણામે આજે નિર્ણાયક કામગીરી થાય તેવું મનાઈ રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.