ઈરાનમાં કોરાનાથી સૌથી વધુ મોત
તહેરાન: કોરોના વાયરસના લીધે ઈરાન પણ ખુબ ખરાબ હાલતમાં છે. ચીન અને ઇટાલી બાદ ઈરાનમાં આ વાયરસથી સૌથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. નવેસરના આંકડા પર નજર કરવામાં આવે તો હજુ સુધી ૧૬૧૬૯ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. મોતનો આંકડો ૯૮૮ સુધી પહોંચ્યો છે. કેસોનો આંકડો હજુ પણ ખુબ ઝડપથી વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કેટલાક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે ઈરાનમાં સ્થિતિ હાલ કાબુમાં આવશે નહીં. દરમિયાન ઈરાનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે મે મહિના સુધી ઈરાનમાં ૩૫ લાખ લોકોના મોત થઈ શકે છે. અમેરિકી પ્રતિબંધોના પરિણામ સ્વરૂપે ઈરાનની હાલત કફોડી થયેલી છે.
ઈરાનની શરીફ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના વાયરસને લઈને કોમ્પ્યુટર સિમુલેટરના આધાર ઉપર અનેક પરિસ્થિતિની ગણતરી કરી છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, જા ઈરાનમાં તમામ વિસ્તારોને ક્વરેંટીન કરવામાં આવે છે તો લોકો નિયમોને પારે છે. સુવિધા સારવારની ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો સ્થિતિ સુધરી શકે છે પરંતુ જા પગલા લેવામાં નહી આવે તો હાલત કફોડી થશે. મોતનો આંકડો વધશે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, મે મહિનાથી પહેલા ઈરાનમાં કોરોના વાયરસ પોતાના ચરમ ઉપર પહોંચશે નહીં. મોતના મામલામાં ઈરાન હાલમાં ત્રીજા સ્થાન પર છે. માનવામાં આવે છે કે મોતનો આંકડો ખુબ વધારે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા મુજબ ઈરાનના ૯૮૮ લોકોના મોતના આંકડાથી પાંચ ગણા વધારે લોકો કોરોનાથી મૃત્યુ પામી ચુક્યા છે.