ઈલેકટ્રીક આંખ’ બનાવી વિજ્ઞાનીઓ ચમત્કાર કરશેઃ નેત્રહીન વ્યકિત પણ સ્પષ્ટ જાેઈ શકશે

Georgia state Universityના પ્રો.સીડોગ લેઈની ટીમ માઈક્રો સ્કેલ
કેમેરા બનાવાવા માંગે છેઃ જે રોબોટની આંખ તરીકે કામ કરે છે
Researchers take step toward developing ‘electric eye’
નવીદિલ્હી,દ્રષ્ટિહીનોને દ્રષ્ટિ મળે તે માટે વિજ્ઞાનીઓ લાંબા સમયથી કાર્યરત છે. થોડા સમય પૂર્વ
જ જયોજિર્યા સ્ટેટ યુનિર્વસિટીના પ્રો. સીડોગ લેઈ આગેવાની નીચે એક એવું ઉપકરણ સફળતાપૂર્વક
ડીઝાઈન કર્યું છે. કે જે દ્વારા તે વિજ્ઞાનીઓ ઈલેકટ્રોનીક આંખ બનાવી શકશે. તેથી દ્રષ્ટિહીનોને પણ દ્રષ્ટિ મળશે. આ ઉપરકરણ એક નાની એવી ઈલેકટ્રીક આંખ બની રહેશે તે માટે તેમણે વર્ટીકલ સ્ટેકીગ સીસ્ટીમનો અભ્યાસ કર્યો છે અને તે દ્વારા એક નવી જ ડિવાઈસ સાધન રચી છે.
આ ટીમનું લક્ષ્ય એક માઈક્રો સ્કેલ કેમેરા બનાવવાનું છે જે રોબોટની આંખો તરીકે કામ કરે છે.હવે આ રચના માનવી સુધી પહોચાડવા માટે સંશોધકોનો પ્રયાસ ચાલુ છે. આટલું જ નહી પરંતુ આ ટેકનીકનો ઉપયોગ તેઓ કલર બ્લાઈન્ડ માટે પણ કરવાના છે તે માટે નવા પ્રકારનું ઈમેજ સેન્સર બનાવવામાં આવશે. તે માટે કેટલાક મૌલીક સિદ્ધાંતોનો ઉપયોગ કરાશે. આ ટીમને તેના પહેલા ચરણમાં સફળતા મળી છે તેથી આ ટીમ ઉત્સાહીત છે.
હવે આગળ કાર્યવાહી કરવાની છે. આ પૂર્વે ઓસ્ટ્રેલીયાની મોનાસ યુનિર્વસિટીના સંશોધકોએ બાયોનીક આંખની શોધ કરી હતી તે આંખની ખૂબ ઉડી તપાસ કર્યા પછી કરવામાં આવી હતી. બે વર્ષ પૂર્વે તે શોધ થઈ હતી. વિજ્ઞાનીઓનો દાવો છે કે આ દુનિયાની પહેલી બાયોનીક આંખ છે.