ઈલેક્ટ્રીક બસનું લોકાર્પણ કરતાં અમિત શાહ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની આ પ્રથમ મુલાકાત ભાજપના સંગઠનમાં નવો જાશ જણાતો હતો. રાત્રીના ૧૧.૩૦ કલાકે અમિત શાહનું પ્લેન જેવું અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થયુ ને ભાજપ ઝીંદાબાદ, ગુજરાતના બે સપુતો ઝીંદાબાદ’, ના સુત્રો સાંભળવા લાગ્યા હતા. એરપોર્ટ પર ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ, રાજ્યના મંત્રી મંડળના સભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.
એરપોર્ટ પરથી સીધા જ તેમના નિવાસસ્થાને ગયા હતા. આજે સવારથી જ અમિત શાહના નિવાસસ્થાને વિવિધ ક્ષેત્રના અનેક નેતાઓ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો, પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રમિલાબેન દેસાઈ, તેજશ્રી પટેલ, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. માયાબેન કોડનાનીના પતિએ પણ અમિત દેસાઈની મુલાકાત લીધી હતી.
બે દિવસની ગુજરાતની મુલાકાતે અવોલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિધાનસભાની પેટા ચૂંટણી ઉપરાંત મંત્રી મંડળના વિસ્તરણ, તથા સંગઠનમાં કરવાના ફરફાર અંગે ચર્ચા કરવામાં આવશે તેમ જાણવા મળે છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ સવારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર બીજલબેન પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં ઈલેકટ્રીક બસોનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે તેમણે કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી આગામી દિવસોમાં હાથ ધરાનારા પ્રોજેકટ સમાજ માટે ખૂબ જ ઉપયોગી હશે તેવુ પણ જણાવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત કાર્યક્રમો મિશન મિલીયન ટ્રીઝના સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે. તથા વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના હતા અને તે કાર્યક્રમ મુજબ ઈલેકટ્રીક બસના લોકાર્પણ બાદ તેઓ ત્યાં જવા રવાના થઈ ગયા છે તેવુ જાણવા મળી રહયું છે આ પ્રસંગે પણ રાજય સરકારના પ્રતિનિધિઓ હાજર છે.
ગૃહમંત્રી અમિત શાહ સાયન્સ સીટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. જ્યાં તેઓ અમદાવાદમાં શરૂ થનાર ઈલેકટ્રીક બસોનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંંહ જાડેજા, મેયર બિજલ પટેલ, તથા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા પણ સ્થળ ઉપર ઉપસ્થિત છે.
જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબુદ કર્યાં બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના અગ્રણી અમિત શાહ ગુજરાત આવી પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું આ ઉપરાંત વિવિધ સંસ્થાના અગ્રણીઓએ આજે સવારે તેમની મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા હતાં
૩૭૦ની કલમ બાદ હવે દેશની સુરક્ષા માટે તથા તમામ નાગરિકોને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળી રહે તેવી ઉપયોગી યોજનાઓ આગામી દિવસોમાં અમલમાં આવશે તેવુ તેમણે જણાવ્યું હતું સવારે નિત્યક્રમ મુજબ પોતાના નિવાસસ્થાને જ બેઠકોનો દોર યોજયો હતો જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ ઉપસ્થિત રહેતા આ મુદ્દો ભારે ચર્ચામાં રહયો હતો આ મુલાકાતથી આગામી દિવસોમાં કોંગ્રેસમાં વધુ ગાબડા પડશે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહયા છે.