ઈવીએમના માધ્યમથી મત આપવાની પ્રક્રિયાથી મતદાતાઓને નોટા અંગે પણ અપાઈ જાણકારી
વડોદરાની સમા મામલતદાર કચેરી ખાતે ઈવીએમનું નિદર્શન કરાયું
વડોદરા શહેરના નોર્થ ઝોનમાં આવેલ સમા મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નિયતિ ઉત્સવના માર્ગદર્શનમાં ઈવીએમના માધ્યમથી મત આપવાની પ્રક્રિયા અંગે મતદાતાઓને વિગતવાર જાણકારી આપી સમજૂત કરવામાં આવ્યા હતા.
ચૂંટણી અધિકારી નિયતિ ઉત્સવે ઈવીએમનુ નિદર્શન કરતા જણાવ્યું કે, સામાન્ય રીતે મતદાતાઓ ઈવીએમથી તો પરિચિત છે. તેમ છતાં નવા નોંધાયેલા મતદાતાઓ મત આપવાની પ્રક્રિયાથી અવગત થાય તેવા આશય સાથે વોર્ડ નં. 1 થી 3 ના મતદાતાઓ માટે ઈવીએમનું નિદર્શન રાખવામાં આવ્યું છે.
દરેક મતદાર પોતાના વોર્ડમાં ચાર મત આપી શકે છે, પસંદગીના ચાર ઉમેદવારના નિશાન સામેનું બટન દબાવવાનુ રહે છે. તેમજ કોઈ મતદાતા તમામ ઉમેદવાર પૈકી એક, બે કે ત્રણ ઉમેદવારને જ મત આપવા માગતો હોય તો આવી સ્થિતીમાં તે ઉમેદવારની નિશાન સામે બટન દબાવવાનુ રહેશે. આ બટન દબાવ્યા બાદ બિનચૂક રીતે રજીસ્ટરનુ બટન દબાવવાનુ રહેશે. રજીસ્ટરનુ બટન દબાવ્યા પછી બીપનો આવશે. જે મતદાતાનો મત રજીસ્ટર થયો હોવાનુ સિગ્નલ છે. એટલે કે બીપનો અવાજ આવ્યો કે તમારો મત રજીસ્ટર થઈ ચૂક્યો છે.
ખાસ કરીને નોટાનો ઉપયોગ કરતી વખતે મતદાતા ચારમાંથી એક પણ ઉમેદવારને મત આપી શકશે. એટલે કે, જે મતદાતાએ નોટાનો ઉપયોગ કરવો છે તેને માત્ર નોટાનુ બદન દબાવી રજીસ્ટરનુ બદન દબાવવાનુ રહેશે. ઉપરાંત ઈવીએમ ખોટકાય તેવી સ્થિતિમાં 10 ટકા જેટલા ઈવીએમ રિઝર્વ રાખવામાં આવે છે. જે કોઈ ઈવીએમમાં ખામી સર્જાય તો તેને રિપ્લેસ કરવામાં આવે છે. તેમ તેમણે ઉમેર્યુ હતુ.