ઈવેન્ટમાં સોનમ Oops મોમેન્ટનો શિકાર બની

મુંબઈ, બોલિવૂડમાં હિરોઇનો વધુ સારા દેખાવા માટે વિવિધ પ્રકારના ડ્રેસ પહેરતી હોય છે, પરંતુ કેટલીકવાર અભિનેત્રીઓ આવા કપડાઓને કારણે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની જાય છે. અભિનેત્રીઓની ઉફ્ફ મોમેન્ટ સોશિયલ મીડિયા ટ્રોલર્સની નજરથી બચી શકતી નથી અને વીડિયો જાેતજાેતામાં જ વાયરલ થઈ જાય છે.
હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ ઘણી વખત ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. સોનમ કપૂરને તેની ફેશન સેન્સના કારણે સ્ટાઈલિશ ક્વીન કહેવામાં આવે છે, પરંતુ સ્ટાઈલના ચક્કરમાં સોનમ પણ Ooops મોમેન્ટનો શિકાર બની છે. બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનો એક વીડિયો હાલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોનમ કપૂર દરરોજ તેના આઉટફિટ્સ સાથે અવનવા એક્સપેરિમેન્ટ કરતી રહે છે, પરંતુ આ વખતે તેમની સ્ટાઈલ તેમના પર ભારે પડી ગઈ હતી. અભિનેત્રીએ એક ઇવેન્ટ માટે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી પહેરી હતી, જેમાં સોનમે એક શર્ટ સાથે પેયર કર્યું હતું.
અભિનેત્રી સમગ્ર ઇવેન્ટ દરમિયાન તેમના કપડાને લઈને કંફર્ટેબલ નહોતી. સોનમ સ્પીચ આપવા માટે ઉભી થઈ અને તે સાડીમાં ફસાઈને પડવા જેવી થઈ ગઈ હતી, ત્યાં હાજર લોકોએ સોનમને સંભાળી હતી. આ દરમિયાન સોનમ કપૂરના શર્ટના બટન પણ ખુલી જાય છે અને તે ખરાબ રીતે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની જાય છે. અભિનેત્રી જેમ તેમ કરીને આ મોમેન્ટને સંભાળીને આગળ વધે છે.
વીડિયોમાં તે પોડિયમ પર ઉભી રહીને પોતાના શર્ટની બટન બંધ કરતી જાેવા મળી રહી છે. જાેકે, આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ન ઈચ્છતા પણ અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. સમગ્ર વિડીયોમાં અભિનેત્રી વારંવાર પોતાનો શર્ટ ઠીક કરતી જાેવા મળી રહી છે.
વેલ, સોનમ કપૂરના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નથી. આ ઉફ્ફ ક્ષણ પછી પણ તેના ચહેરા પર કોઈ ફેરફાર જાેવા મળ્યા નહોતા અને તેણે પોતાની જાતને શાનદાર રીતે સંભાળી હતી. આ સાથે સોનમના ચહેરા પર સતત સ્મિત પણ જાેવા મળ્યું. એટલું જ નહીં, કેમેરાના ડર વગર અભિનેત્રીએ પોતાનો ડ્રેસ બધાની સામે બરાબર કર્યો હતો.
સોનમ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ ૨૦૧૯ માં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. ફિલ્મમાં સોનમની સામે દલકીર સલમાન હતો. તેમાં અનિલ કપૂરનો કેમિયો પણ હતો.SSS