ઈશાન ખટ્ટર અનન્યા પાંડેને મળવા તેના ઘરે પહોંચ્યો
મુંબઈ, મુંબઈ ડ્રગ્સ કેસમાં પકડાયેલા આર્યન ખાનની વોટ્સએપ ચેટમાં એક્ટ્રેસ અનન્યા પાંડે સાથેની કથિત ડ્રગ્સ ચેટ મળી આવતાં એક્ટ્રેસને પૂછપરછ માટે બોલાવાઈ છે. ૨૦૧૮-૧૯ દરમિયાન આર્યન અને અનન્યા વચ્ચે ત્રણવાર ડ્રગ્સ અંગે વાતો થઈ હતી. શુક્રવારે ચાર કલાક ચાલેલી પૂછપરછમાં અનન્યાએ ડ્રગ્સ લીધા હોવાનો ઈનકાર કર્યો હતો. તેણે સિગારેટ પીધી હોવાનું સ્વીકાર્યું હતું.
આર્યન સાથેની ચેટ્સમાં ગાંજાની વ્યવસ્થા કરી આપશે તેવો ઉલ્લેખ હોવાનું એનસીબીએ જણાવતાં અનન્યાએ આ વાત મજાકમાં કહી હોવાનું કીધું હતું.
ત્યારે હવે એવું જાણવા મળી રહ્યું છે કે બોલિવૂડ એક્ટર ઈશાન ખટ્ટર એક્ટ્રેસ અનન્યા પાંડેને મળવા માટે તેના ઘરે આવી પહોંચ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ખાલી પીલી’માં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે એકસાથે જાેવા મળ્યા હતા. મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ અનન્યા પાંડેની બે દિવસમાં કુલ સવા છ કલાક પૂછપરછ કરવામાં આવી છે.
શુક્રવારે ચાર કલાક સુધી પૂછપરછ કર્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અનન્યાને સોમવારે પણ બોલાવી છે. શુક્રવારે અનન્યા પાંડેને એનસીબીએ સવારે ૧૧ વાગ્યે આવવાનું કહ્યું હતું.
પરંતુ તે લગભગ સાડા ત્રણ કલાક મોડી પહોંચી હતી. આ કારણે અનન્યાને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનો ઠપકો પણ સાંભળવો પડ્યો હતો. માત્ર શુક્રવારે જ નહીં ગુરુવારે પણ અનન્યા પાંડેને ૨ વાગ્યે એનસીબીની ઓફિસે હાજર થવાનું હતું પરંતુ એ દિવસે પણ તે મોડી પહોંચી હતી.
અહીં નોંધનીય છે કે મુંબઈ ક્રુઝ શિપમાં ડ્રગ્સ મામલે પકડાયા બાદ આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. જેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, જામીન ન મળવાને કારણે આર્યન ખુબ જ ઉદાસ રહેતો હતો. જે બાદ જેલ સત્તાધીશો દ્વારા આર્યન ખાનને પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી. સુત્રો અનુસાર આર્યન ખાનને જેલની લાયબ્રેરીમાંથી બે પુસ્તકો આપવામાં આવ્યા છે.SSS