ઈસનપુરમાંથી સગીર વયની બાળકીનું અપહરણઃ પોલીસે ગણ્રતરીના કલાકોમાં અપહરણકર્તાને ઝડપ્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર વયની પુત્રીને ફોસલાવીને અપહરણ કરીને લઈ જવાની ફરીયાદ નોછંધાતા ચકચાર મચી હતી. આ ફરીયાદના આધારે ઈસનપુર પોલીસે તાત્કાલીક ઝડપી કાર્યવાહી કરતા અપહરણકર્તાનું લોકેશન શોધી નાંખેને ઉત્તરપ્રદેશના વિવિધ રેલ્વે પોલીસનો સંપર્ક કરીને તેમને એલર્ટ કર્યા હતા. જેના પગલે અપહૃત સગીરા સાથે આરોપીને લખનૌ રેલ્વે પોલીસે ઝડપી લીધો હતો. ત્યારબાદ ઈસનપુર પોલીસની ટીમ બાળકીને છોડાવીને અપહરણકર્યાને શહેરમાં લઈ આવી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે શહેરના ઈસનપુર વિસ્તારમાં એક શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારમાં એક ૧પ વર્ષીય બાળકી પણ છે.ે જે હાલમાં ઘરકામ કરે છે. બીજી તરફ તેમની સોસાયટીમાં સંંજય યાદવ નામનો શખ્સ પણ રહે છે. ૩૦ વર્ષીય સંજય ઈસનપુર બ્રિજની નીચે ચા ની કિટલી ચલાવે છે. સંજયેે પોતાની વાતો વડે કેટલાંક સમય અગાઉ સગીરાને ફોસલાવી હતી. છેલ્લા ૩-૪ મહિનાથી સજય આ બાળાને પોતાની જાળમાં ફસાવી રાખી હતી. બાદમાં થોડા દિવસ અગાઉ ૯ તારીખે અચાનક જ બાળકી પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જેના કારણે ચિંતીત પરિવારે તેની શોધખોળ આદરી હતી. ઘણી મહેનત કરવા છતાં ક્યાંયથી બાળકી મળી ન આવતા પરિવાર છેવટે ઈસનપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
સગીર વયની બાળકી ગુમ થતાં ઈસનપુર પોલીસનો સ્ટાફ પણ ચોંક્યો હતો. અને બાળકી સગીર વયની હોવાથી તાત્કાલિક તેના અપહરણની ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે પરિવાર તથા અન્ય લોકોની પૂછપરછ કરતા પ્રાથમિક વિગતોમાં તેમની જ સોસાયટીમાં રહેતા સંજય યાદવનું નામ ખુલ્યુ હતુ. જેથી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરતા સંજય પણ ઘરેથી ગુમ થયો હોવાનું જાણવા મળતાં પોલીસે તેનો ફોન ટ્રેસિંગમાં મુક્યો હતો. જ્યારે વધુ તપાસ કરતા સંજયે પોતાના વતન ફૈઝાબાદ, ઉતરપ્રદેશની ટ્રેનની ટીકીટો કરાવી હોવાનું બહાર આવ્યુ હતુ. જેથી પોલીસે તેની માહિતી એકત્ર કરી હતી. અને કાનપુર લખનૌ સહિતના રેલ્વે સ્ટેશનો ઉપર પોલીસને જાણ કરી હતી. જ્યાં લખનૌ રેલ્વે પોલીસે સંજયને બાળકી સાથે ઝડપી લીધો હતો.
આ અંગે વાત કરતા ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ક.બી.સાંખલાએ જણાવ્યુ હતુ કે જે રેલ્વે ટીકીટની જાણકારી મળતા જ વિવિધ સ્ટેશન પર રેલ્વે પોલીસને જાણ કરાઈ હતી. અને ટ્રેનને લોકેશન પણ કાઢવામાં આવ્યુ હતુ. જેના આધારે છવેટે લખનૌ પોલીસ દ ્વારા સંજયને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસની એક ટીમ લખનૌ ખાતે પહોંચી હતી. જ્યાંથી અપહરણકર્તાની ચુંગાલમાં ફસાયેલી બાળકીને છોડાવી લેવામાં આવી હતી. અને બંન્નેને શહેરમાં લાવવામાં આવ્યા છે.