ઈસનપુરમાંથી હત્યારો ઝડપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, ઈસનપુરના ચંડોળા તળાવમાંથ વીસેક દિવસ અગાઉ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેની તપાસ કરતા ક્રાઈમબ્રાંચે એક મોબાઈલ ચોરને ઝડપી લીધો છે પુછપરછમાં આ હત્યા કરનાર પોલીસ તપાસ દરમિયાન પોલીસ ઉપર વોચ રાખતો હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે ગઈ ર૮ ઓગસ્ટે ચંડોળા તળાવમાંથી હત્યા કરાયેલી જબ્બાર ફિરોજ મેવાતી (ચંડોળા તળાવના છાપરા, ચંડોળા)ની લાશ મળી આવી હતી જેની ઈસનપુર પોલીસ તપાસ ચલાવતી હતી.
દરમિયાન ક્રાઈમબ્રાંચના પીઆઈ એ.વાય. બલોચની ટીમે રમજાની નેન્દુભાઈ શેખ (બંગાળીવાસ, ઈસનપુર) નામના શખ્શને બાતમીને આધારે શાહઆલમ, નવાબચોકથી ઝડપી લીધો હતો કડક પુછપરછ કરતાં તેણે પોતે મોબાઈલ ચોર હોવાનું કબુલ્યુ હતું અને કહ્યું હતુ કે અગાઉ મોબાઈલ ચોરીના ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો અને કોરોના કાળમાં જામીન પર મુક્ત થયા બાદ પરત હાજર થયો નહતો.
બનાવની રાત્રે તે બશીર કિરાણા સ્ટોર્સ નજીક ઉભો હતો ત્યારે તેનો પાડોશી જબ્બાર રાત્રે દોઢ વાગયે દુકાને આવ્યો હતો તેની પાસે મોબાઈલ હોવાથી લુંટના ઈરાદે રમજાની તેને દુકાન પાછળ તળાવની ઝાડીઓમાં લઈ ગયો હતો અને મોબાઈલ ફોન છીનવવા પ્રયત્ન કર્યો હતો જયાં બંને વચ્ચે ઝપાઝપી થતાં રમજાની જબ્બારના ગળે ચપ્પુ મારી લાત માીરને તેને તળાવમાં ફેંકી દીધો હતો અને પાંચ દિવસ બાદ જબ્બારની લાશ મળી હતી.
ત્યારે પોલીસ શું તપાસ કરે છે એ જાણવા માટે રમજાની પોલીસ પર સતત વોચ રાખતો હતો તેની પાસેથી લુંટનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.