Western Times News

Gujarati News

ઈસનપુરમાં કોરોના કહેર યથાવત્‌ 

દસ દિવસમાં ૭પ૦૦ નાગરીકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકાયા

(દેવેન્દ્ર શાહ  પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસનો આંક છેલ્લા ૪પ દિવસથી સ્થિર થઈ ગયો છે. મ્યુનિ. તંત્ર દ્વારા કેસ ઘટી રહયા હોવાના દાવા કરવામાં આવે છે તેમજ ખાનગી હોસ્પિટલની સંખ્યામાં ઘટાડો પણ થઈ રહયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ અને ઝોન મુજબ આંકડા જાહેર કરવામાં આવતા નથી તેમ છતાં માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનું લીસ્ટ જાેતા જે તે વોર્ડ કે ઝોનમાં કોરોનાના કેસનો અંદાજ આવી શકે છે.

મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ ઝોનની પરિસ્થિતિ પણ આવી જ છે. તંત્ર અને ઝોન દ્વારા “સબ સલામત”ની આલબેલ પોકારવામાં આવી રહી છે. પરંતુ ઈસનપુર અને મણીનગર વોર્ડમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારની સંખ્યા જાેતા કોરોનાના સંક્રમણ વધી રહયુ હોવાની શંકા વ્યકત થઈ રહી છે. ખાસ કરીને ઈસનપુર વોર્ડમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારની સંખ્યા સતત વધી રહી છે તથા છેલ્લા દસ દિવસમાં ૧પ૦૦ કરતા વધુ મકાનોનો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શહેરના ઈસનપુર વોર્ડમાં મે મહીનાથી કોરોનાના કેસ વધી રહયા છે. થોડા દિવસો માટે કેસ નિયંત્રણમાં આવ્યા બાદ ફરી એક વખત કેસની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ઈસનપુર વોર્ડમાં ૧પ ઓગસ્ટથી રપ ઓગસ્ટ સુધી ૧પપ૧ મકાનો તથા ૭૪૦૦ નાગરીકોને માઈક્રો કન્ટેન્મેટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ આંકડા જ વધી રહેલા કેસનું ચિત્ર રજુ કરી રહયા છે. ઈસનપુર વોર્ડમાં મે મહીના દરમ્યાન વિશાલનગર સોસાયટીમાંથી ખુબ જ મોટી સંખ્યામાં કેસ બહાર આવ્યા હતા

ત્યારબાદ ઘોડાસર કેનાલ પર આવેલી ઘનશ્યામનગર, જનપથ, સતાધાર પાર્ક, સત્યપથ, મંગલમ સહીતની સોસાયટીમાં કોરોના સંક્રમણના વ્યાપમાં વધારો થયો હતો. જયારે ઓગસ્ટ મહીનામાં રાજમંદિર સોસાયટી, સવિતાપાર્ક, ડી.એચ. પ્રાઈડ, પારસ પ્રભુ વિભાગ-ર, સમ્રાટનગર સોસાયટી નાગોરી પાર્ક, પ્રમુખ એપાર્ટમેન્ટ, વિશાલનગર, તીર્થભૂમિ સોસાયટી, ઓમ પરમાત્મા સોસાયટી સહિત લગભગ ૧૪ સોસાયટીના ૧પપ૧ જેટલા મકાનોને છેલ્લા દસ દિવસમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. ઈસનપુર વોર્ડના સમ્રાટનગરમાં એક હજાર કરતા વધુ મકાનો છે.

સોસાયટીના રહીશો ટેસ્ટ માટે સહકાર આપતા ન હોવાના કારણોસર તમામ ૧૦૩ર મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ સમ્રાટનગરમાં પ૦ કરતા વધુ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. સમ્રાટનગરની બાજુમાં આવેલા ડી.એમ. પ્રાઈડમાં પણ સાત પોઝીટીવ કેસ કન્ફર્મ થયા હોવાથી ૩પ મકાનોને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકવામાં આવ્યા છે. અગાઉ વારાહી માતા મંદિરની બાજુમાં આવેલા આશા સોસાયટીમાંથી પણ ૩ર કેસ કન્ફર્મ થયા હતા. સોસાયટીના જ એક મકાનમાં કાર્યરત હોસ્પિટલના તબીબ ડો. બકુલેશ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. આ જ રોડ પર આવેલી લેઈક વ્યુ સોસાયટીમાં પણ દસ જેટલા પોઝીટીવ કેસ નોધાયા હતા લેઈકવ્યુ સોસાયટીમાં રહેતા ડો. પ્રજ્ઞેશ વોરા અને તેમના પત્ની પણ સંક્રમણનો ભોગ બન્યા હતા

જયારે ઈસનપુરમાં જ રહેતા અને તબીબી પ્રેકટીસ કરતા ડો. ઉપેન્દ્રભાઈ વિઠ્ઠલાણીનું કોરોનાના કારણે અવસાન થયુ છે. ડો. વિઠ્ઠલાણીના પત્ની પણ કોરોનાની ઝપટમાં આવ્યા હતા. ઈસનપુરના કોર્પોરેટર પુલિક્ત વ્યાસ તેમના પત્ની તથા પુત્રી પણ કોરોનાનો ભોગ બન્યા હતા તેમના ઘરની બાજુમાં આવેલી આદર્શ સોસાયટીમાં કોરોનાના સાત પોઝીટીવ કેસ કન્ફર્મ થતા તેનો પણ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઈસનપુરના આનંદાવડી વિસ્તારમાં આવેલી અન્નય પાર્ક સોસાયટીમાં પણ દસ જેટલા કેસ નોંધાયા હતા જયારે તેની બાજુમાં આવેલ અગમ નગરી, સ્વામી શરણ સહીતની સોસાયટીઓમાંથી છુટા છુવાયા કેસ કન્ફર્મ થયા છે. પૂર્વ કોર્પોરેટર દક્ષેશભાઈ મહેતાના પત્ની પણ પોઝીટીવ જાહેર થતા તેમને એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈસનપુર વોર્ડમાં મે મહીના દરમ્યાન ગામ તરફની સોસાયટીઓમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા જયારે છેલ્લા દોઢ મહીનાથી સમગ્ર વોર્ડ કોરોનાની ઝપટમાં આવી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ લોકડાઉન દરમ્યાન જે રીતે નિયમોનું પાલન થઈ રહયુ હતુ તેનો સંપુર્ણ અભાવ જાેવા મળે છે. શાક માર્કેટ સહીત તમામ સ્થળે સોશ્યલ ડીસ્ટન્સનો અમલ થતો નથી જેના કારણે પણ કેસ વધી રહયા છે તેમ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.