ઈસનપુરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવતાં બે પરિવારનાં દસ સભ્યો રાતોરાત ગાયબ
સાંતેષ પાર્કમાં એક પરિવારને કોરોના પોઝિટિવ આવ્યો હતો ઃ સંપર્કમાં આવેલાં પાડોશીઓને ઘરમાં રહેવાની સુચના અપાઈ હતી
અમદાવાદ, અમદાવાદ શહેરના બે ભાગ પાડીને ખુલ્લુ કરવામાં આવ્યું છે અને ૧૦ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરીને તેમાં પ્રવૃત્તિઓ પર રોક લગાવી છે. કોવિડ-૧૯ નો પ્રભાવ હજુ ઓછો થયો નથી. અને નાગરિકોમાં તેનો ભય પણ ફેલાયેલો છે. આ Âસ્થતિમાં ઈસનપુરમાં આવેલી એક સોસાયટીમાં એક વ્યÂક્તને કોરોના પોઝિટિવ આવતાં તેમની આસપાસના બે પરિવારોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જા કે આખી સોસાયટીનાં સભ્યો સુતાં હતા, ત્યારે મધરાતે બન્ને પરિવારનાં કુલ ૧૦ સભ્યો તમામને અંધરામાં રાખી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ઈસનપુર પટેલ વાસની સામે સાંતેષ પાર્ક સોસાયટીમાં રહેતાં રાણા કમલેશ હસમુખભાઈ તથા તેમનાં પરિવારનાં સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા જેનાં પગલે તેમનાં સંપર્કમાં આવેલા તેમનાં પાડોશી દિનેશભાઈ નરસિંહભાઈ રાજપુત તથા ઘનશ્યામભાઈ રાધાકિશનભાઈ શર્માનાં પરિવારને મંગળવારથી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. અને રજી જેને તેમનો ૧૪ દિવસનો ક્વોરેન્ટાઈન પિરીયડ પુરો થતો હતો.
જા કે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા એ જ દિવસે મધરાતે સોસાયટીનાં તમામ સભ્યો સૂઈ ગયા બાદ આ બન્ને પરિવારો ક્વોરેન્ટાઈન થવાને બદલે પોતાનાં પરિવારોનાં સભ્યોને લઈને ગાયબ થઈ ગયા હતા. સોસાયટીમાં જ રહેતા હાર્દિક પાટકીયા સવારે નવ વાગ્યે બહાર નીકળતાં બે ઘરને તાળાં જાઈ શંકા ગઈ હતી. અને તપાસ કરતાં દિનેશભાઈના ૬ તથા ઘનશ્યામભાઈના ૪ એમ કુલ દસ લોકો રાતોરાત ક્યાંક જતાં રહ્યાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે હાર્દિકભાઈએ તુરંત કંટ્રોલ રળમને જાણ કરતાં ઈસનપુર પોલીસ આવી પહોંચી હતી. અને અન્ય સભ્યોની પૂછપરછ બાદ બન્ને પરિવારની શોધખોળ હાથ ધરી છે.