ઈસનપુરમાં પતિએ પત્નીને એસિડ હુમલો કરવાની ધમકી આપી
અમદાવાદ: ઈસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાને તેનો પત્ની અવારનવાર તેને પરેશાન કરી શારીરિક ત્રાસ આપતો હતો અને તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપતો હતો. ઉપરાંત તેનાં પત્નીને મહિલાની ભાભી સાથે પણ આડા સંબંધો હોવાની શંકા હતી જે અંગે પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડા થતાં દરમિયાન પતિએ મહિલાને છૂટાછેડા આપવાં ધમકી આપી હતી અને એસિડ એટેક કરવાની પણ ધમકી આપતાં ગભરાયેલી મહિલાને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે ફરીદાબીબી સૈયદ (ઉં.વ.૩૫) નવાબનગર, શાહેઆલમ ખાતે રહે છે. લગ્ન બાદથી જ તેનો પત્ની મુનાવર અલી સૈયદ તેને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરતો હતો અને નાની નાની બાબતોએ તેને પરેશાન કરીને ઝઘડો કરતો હતો.આ દરમિયાન મુનાવરઅલીને ફરીદાબીબીના ભાભી સાથે પણ આડા સંબંધો હોવાની શંકા હતી.
જે અંગે પતિ સાથે વાત કરતાં તે મારપીટ કરતો હતો અને તેમને છુટાછેડા આપવા માટે દબાણ કરતો હતો. ઉપરાંત જાે છૂટાછેડા ન આપે તો તેને ચહેરા ઉપર એસિડ નાંખીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ બાબતે ફરીદાબીબીએ તેની ભાભી સાથે વાત કરતાં તેમણે પણ ઝઘડો કર્યાે હતો. જેથી ત્રાસી ગયેલાં ફરીદાબીબી ઈસનપુર પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતા અને પતિ સહિત નણંદ અને ભાભી સામે પણ ઘરેલું હિંસાની અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવાની ફરિયાદો નોંધાવી હતી.