ઈસનપુરમાં પુત્રને જમવાની બાબતે ઠપકો આપી પિતાએ છરી વડે હુમલો કર્યો
અમદાવાદ : ઈસનપુર વિસ્તારમાં એક નિષ્કુટ પિતા પોતાના જ પુત્રને છરી મારવા જતા માતા વચ્ચે પડી હતી. જેના પગલે પિતાએ માતા ઉપર છરી વડે હુમલો કરતાં તે લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી ઘટના બાદ પિતા રફુચક્કર થઈ ગયો હતો જ્યારે બાળકોએ રોકડોક કરતા પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા અને મહિલાને હોÂસ્પટલે પહોચાડી હતી.
માયાબેન ચુનારા વિરાટનગર ખાતે પોતાના પરીવાર સાથે રહે છે. અઢાર વર્ષનાં લગ્ન જીવનમાં તેમને ત્રણ સંતાનો થયા છે ગઈકાલે સાંજે પતિ વિજયભાઈ કામ પરથી ઘરે આવ્યા હતા એ વખતે બીજા નંબરનો પુત્ર ઋત્વીક ઘરમાં હાજર હતો
વિજયભાઈ ઋત્વીકને બરાબર જમતો કેમ નથી કહીને તેની ઉપર ઉશ્કેરાઈ ગયા હતા આ દરમિયાન વિજયભાઈએ ગાળો બોલતાં બાપ દિકરા વચ્ચે બોલાચાલી થઈ હતી જેને કારણે વિજયભાઈ હાથમા છરી આવી જતા તે ઋત્વીક મારવા ગયા હતા જા કે પુત્રને બચાવવા માયાબેન વચ્ચે પડતાં વિજયભાઈએ તેમને પણ ગાળો બોલી હતી અને પેટમાં છેરી મારવા જતા માયાબેને સ્વમબચાવા પોતાનો હાથ વચ્ચે લાવી દીધો હતો
જેથી તેમને હાથમાં છરી વાગતા તે લોહીલુહાણ થઈ ગયા હતા આ ઘટના બાદ ઘરમાં બુમાબુમ મચી ગઈ હતી અને પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા તથા માયાબેને હોસ્પિટલ ખાતે લઈ જઈ સારવાર કરાવી હતી બાદમાં તેમણે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી.