Western Times News

Gujarati News

ઈસનપુર જિમખાના કલબમાં દરોડોઃ 31 જુગારીયાઓને રૂ.૧ર.૬૭ લાખ સાથે ઝડપ્યા

પ્રતિકાત્મક

અમદાવાદ, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે છે ત્યારે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)ની ટીમે ઈસનપુર વિસ્તારમાં જિમખાનાની આડમાં જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પીસીબીએ જુગારધામ પર દરોડા પાડીને ૩૧ લોકોની ધરપકડ કરી છે અને ૧ર.૬૭ લાખ રોકડ જપ્ત કરી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર જુગારધામ ચાલુ કરાવવા પાછળ એક માસ્ટરમાઈન્ડ પોલીસ કર્મચારીની સંડોવણી છે જે મામલે પોલીસ કમિશનરે ખુદ તપાસ શરૂ કરી છે.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ઈસનપુર જિમખાના પ્રાઈવેટ લિમિટેડ કલબની અંદર જુગારધામ ચાલી રહ્યું છે. આ જુગારધામ ઈસનપુરનો અરવિંદ ઉસ્તાલ દલાલ તેમજ નરોડાનો મૂળરાજસિંહ ઉર્ફે મૂળુભા રાણા અને નીતિન ભેગા મળીને ચલાવી રહ્યા છે. બાતમીના આધારે પીસીબીની ટીમે દરોડા પાડવા માટે માઈક્રો લેવલનું પ્લાનિંગ કરી દીધું હતું.

પીસીબીની ટીમ પ્લાનિંગના આધારે તાત્કાલિક જિમખાના પર પહોંચી ગઈ હતી. જ્યાં જુગાર રમતા ૩૧ લોકોની ધરપકડ કરી હતી. પીસીબીએ શંકર કલાલ, ધનજી પટેલ, સૌરભ ભાવસાર, અબ્દુલ શેખ, લીલા રાવળ, ઈમરાન પઠાણ, જયેશ પડિયા, માણેકશા વેગડા, સમસુદ્દીન સાલાર, મોહમ્મદ સોહેલ શેખ, અલ્લારખા કુરેશી, સંજય સોંલંકી, મહેન્દ્રસિંહ ચુડાસમા, નીતિન પટેલ, સુરેશન ગોખલે, રાજેશ ઠક્કર,

કુલદીપસિંહ ગઢવી, બકુલ પટેલ, વિરલ પટેલ, દિલીપસિંહ ઝાલા, મહેન્દ્રકુમાર મીણા, હીરાલાલ મીણા, ગણેશ મીણા, સંતોષ જોગી, યાદરામ ઠાકુર, વાલમભાઈ પટેલ, દિલીપકુમાર સરવૈયા, જતીન મુંજાણી, અજીત શાહ, બળવંતસિંહ ગોહિલ તેમજ દિÂગ્વજયસિંહ રાણાની ધરપકડ કરી છે.

પીસીબીએ કલબમાંથી ૧ર.૬૭ લાખ રોકડા, ૧.પ૭ લાખની કિંમતના ર૯ ફોન, ર.૪૦ લાખના વાહનો, ૪૮૪ ગંજીફાની કેટ, ૯ર નંબર ટોકન કોઈન સહિત કુલ ૧૬.૬૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેડ દરમિયાન માસ્ટર માઈન્ડ અરવિંદ ઉર્ફે ઉસ્તાદ દલાલ તેમજ મૂળરાજસિંહ ઉર્ફે મૂળુભા રાણા વોન્ટેડ છે. જુગારધામ પાછળ એક પોલીસ કર્મચારી માસ્ટરમાઈન્ડ હોવાની પણ શંકા છે.

પીસીબીએ પાડેલા દરોડા બાદ ઈસનપુર પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર સવાલ ઊભા થયા છે. આવનારા દિવસોમાં ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વિરૂદ્ધ ખાતાકીય તપાસ થાય તેની શક્યતા છે. દરિયાપુર વિસ્તામાં આવેલી મનપસંદ કલબ, જેમાં અનેક વખત સ્ટેટ મોનિટરીંગ સેલ તેમજ પીસીબી સહિતની એજન્સીઓએ રેડ કરીને જુગારધામ ઝડપી પાડયું હતું.

મનપસંદ કલબમાં મેમ્બર્સને પોતાની કલબમાં બોલાવવા માટેનો ખેલ એક પોલીસ કર્મચારીએ કર્યો હતો. પીસીબીમાં ઠાઠુ નામે ઓળખાતા એક પોલીસ કર્મચારીએ અરવિંદ ઉર્ફે ઉસ્તાદને બાંહેધરી આપી હતી કે તમે બિનધાસ્ત જુગારધામ ચાલુ કરો, પીસીબી સહિતની કોઈ એજન્સી રેડ નહીં કરે. પોલીસ કર્મચારીએ ગ્રીન સિગ્નલ આપતાં તેમણે કલબ શરૂ કરી હતી.

આ જુગારધામ શરૂ કરવા પાછળનો ઈરાદો મનપસંદ કબલમાં આવતા મેમ્બર્સને પોતાના તરફ ખેંચી જવાનો પ્લા હતો. કલબની પાછળ પીસીબીના ઠાઠુ નામથી ઓળખાતા પોલીસ કર્મચારીની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસ કમિશનરે ઉંડાણપૂર્વક તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન હકીકત સામે આવતા પોલીસ કમિશનરે ખુદ પીસીબી પાસે રેડ કરાવી હતી.

આ મામલે પોલીસ કમિશન જી.એસ.મલિકે જણાવ્યું છે કે, અગાઉ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીએ રેડ કરી હતી પરંતુ રેડ સફળ થઈ નહીં, પરંતુ ગઈકાલે પીસીબીએ જે રેડ કરી તેમાં રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ કમિશનર જી.એસ.મલિકે વધુમાં જણાવ્યું છે કે પોલીસ કર્મચારીની સંડોવણી સહિતના અનેક મુદ્દાઓ પર જુગારધામની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ કલબની આડમાં ચાલતા જુગારધામ પર તપાસ કરશે. ઠાઠુ સિવાય બીજા કયા પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે તે મામલે પણ ક્રાઈમ બ્રાન્ચ ઉંડાણપૂર્વક તપાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.