Western Times News

Gujarati News

ઈસરોએ સૌથી શક્તિશાળી સંચાર ઉપગ્રહ GSAT-૩૦ લાંચ કર્યો

ઇનસેટ-૪છને વર્ષ ૨૦૦૫માં લાંચ કરવામાં આવ્યો હતો. જેનું વજન ૩૩૫૭ કિલોગ્રામ છે.

બેંગલુરુ: ઇસરોએ શુક્રવારે વહેલી સવારે યૂરોપીય અંતરિક્ષ એજન્સી ખાતેથી એરિયન-૫ લોન્ચિંગ રાકેટથી સંચાર ઉપગ્રહ જીસેટ-૩૦ને લાંચ કર્યો છે. ભારતીય સમય પ્રમાણે બે વાગીને ૩૫ મિનિટ પર જીસેટ-૩૦ને એરિયન-૫ વડે રવાના કરવામાં આવ્યો હતો.

જીસેટ-૩૦ ઇનસેટ-૪એનું સ્થાન લેશે. તેની કવરેજ ક્ષમતા ખૂબ વધારે હશે. ઇનસેટ-૭એને વર્ષ ૨૦૦૫માં લાંચ કરવામાં આવ્યો હતો. તેનું વજન ૩૩૫૭ કિલોગ્રામ છે. આ ઉપગ્રહ કેયૂ બેન્ડમાં ભારતની મુખ્ય જમીન અને ટાપુઓને, સી બેન્ડમાં ખાડીના દેશો અને મોટી સંખ્યામાં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાને કવરેજ આપે છે. આ ભારતનો ૨૪મો એવો સેટેલાઇટ છે જેને એરિયન સ્પેસના એરિયન રાકેટથી લાંચ કરવામાં આવ્યો છે.

એવું જાણવા મળી રહ્યુ છે કે, ૩૦ વર્ષના મિશન અવધી વાળો જેસેટ ઉપગ્રહ, ડીટીએચ, ટીવી અપલિન્કિંગ અને વીસેટ સેવાઓ માટેનો ક્રિયાશીલ સંચાર ઉપગ્રહ છે. ઇસરોએ કહ્યુ કે જીસેટ-૩૦ના સંચાર પેલોડને આ અંતરિક્ષ યાનમાં વધારેમાં વધારે ટ્રાન્સપોન્ડર લગાવવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં વીસેટ નોટવર્ક, ટેલીવિઝન અપલિન્કિંગ, ટેલીપોર્ટ સેવા, ડીએસએનજી, ડીટીએચ ટેલીવિઝન સેવા વગેરે માટે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.