ઈસરોએ PSLV-C52નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું
નવી દિલ્હી, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનએ આ વર્ષના પોતાના પહેલા મિશન હેઠળ આજે સેટેલાઈટ લોન્ચ કર્યો. આજે સવારે ૫.૫૯ વાગે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલને PSLV-C52ને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ ઈસરોએ આજે સવારે PSLV-C52૨ મિશન હેઠળ ૩ સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાંથી એક EOS-04 રડાર ઈમેજિંગ છે.
જેને કૃષિ, વાનિકી, અને વૃક્ષારોપણ, માટીના ભેજ અને જળ વિજ્ઞાન તથા પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધિત હાઈ રિઝોલ્યૂશન ફોટા મોકલવા માટે ડિઝાઈન કરાયો છે. PSLV-C52 દ્વારા ધરતીનો પર્યવેક્ષણ ઉપગ્રહ-૦૪ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઈસરોએ જાણકારી આપી હતી કે તે સોમવારે પોતાની યૂટ્યુબ ચેનલ પર PSLV-C52 સેટેલાઈટના લોન્ચિંગનું સીધુ પ્રસારણ કરશે.
આ સાથે જ તેનું લાઈવ સ્ટ્રિમિંગ સોમવારે સવારે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે. ઈસરોના જણાવ્યાં મુજબ આ સેટેલાઈટ લોન્ચિંગથી ઈસરોની યોજનાઓને ગતિ મળશે. આ સાથે જ અંતરિક્ષ એજન્સીનું લક્ષ્ય ચંદ્રયાન-૩ અને ગગનયાન સહિત ૧૯ સેટેલાઈટ લોન્ચ કરવા પર છે.
એજન્સીના જણાવ્યાં મુજબ પૃથ્વી અવલોકન સેટેલાઈટ EOS-04 સાથે બે નાના સેટેલાઈટ પણ PSLV-C52 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઈટ પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયા છે. ઈસરો આ વર્ષની શરૂઆતના ત્રણ મહિનાની અંદર પાંચ લોન્ચિંગની તૈયારીમાં છે. પહેલું EOS-04, ત્યારબાદ PSLV-C53 h OCEANSAT-3 અને INS-2B માર્ચમાં લોન્ચ કરાશે.
એપ્રિલમાં SSLV-D1 માઈક્રોસેટનું લોન્ચિંગ થશે. જાે કે કોઈ પણ લોન્ચિંગની નિર્ધારિત તારીખ છેલ્લી ઘડી સુધી બદલાઈ શકે છે. કારણ કે કોઈ પણ લોન્ચિંગ પહેલા અનેક પ્રકારના માપદંડો જાેવા પડતા હોય છે.SSS