ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવચેત રહો
(એજન્સી) અમદાવાદ, ભારતમાં જે ઝડપથી ડીજીટલાઈઝેશનને વેગ મળ્યો છે એની સાથે સાથે ઓનલાઈન છેતરપીંડીના કિસ્સા પણ સામે આવી રહયા છે. ઈન્ટરનેટના કારણે ઘણુ કામ આસાન થઈ ગયુ છે. પરંતુ તેની મદદથી સૌથી મોટી છેતરપીંડી પણ કરવામાં આવી રહી છે.
દેશમાં ઘણી નકલી અને દુષિત ઈ-કોમર્સ પ્લેટફોર્મ વધી ગયા છે. જેના કારણે વપરાશકર્તાઓ ઉત્પાદનની ઓછી કિંમતથી આકર્ષાય છે. અને ઉત્પાદનનો ઓર્ડર આપવા માટે ઓનલાઈન ચુકવણી કરે છે. જે બાદ તે પોતાને છેતરાયેલા અનુભવે છે.
ત્યારે અમદાવાદ પોલીસે સોશ્યલ મીડીયા મારફતે અપીલ કરી છે કે જ્યારે પણ ઓનલાઈન ખરીદી કરો ત્યારેે માત્ર વિશ્વસનીય વેબસાઈટ અથવા એપ પરથી જ ખરીદી કરો. આમ, કરવાથી તમારો ડેટા સુરક્ષિત રહે છે અને તમે સાયબર ફ્રોડથી બચી શકો છો.
જાે તમને નકલી મેઈલ, મેસેજ, કોલ અથવા ઈ-મેઈલ મળે તો સાવચેત રહો અને તમારા ડેબિટ કાર્ડનો પીન નંબર, ઓટીપી સીવીવી, આધાર કાર્ડ નંબર અને બેક એકાઉન્ટ નંબર ક્યારેય કોઈ સાથે શેર ન કરવા જાેઈએ.
પોલીસ પ્રશાસને અપીલ કરી છે કે નાગરીકોએ વૉટસએપ અથવા ઈ-મેઈલ પર મળેલા કોઈપણ શંકાસ્પદ લીંક પર બેંક સંબંધિત કોઈપણ જાતની જાણકારી -માહિતી શેર કરવી ન જાેઈએ. કારણ કે આમ કરવાથી તેઓ સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે. તમારી નાનકડી ભૂલ તમારી વર્ષોની મહેનતના પૈસા ગુમાવી શકે છે.
તેથી લોકોએ તેમના ઈ-મેઈલ અથવા વૉટસઐપ પર આવી લીંક પર ક્લિક કરતી વખતે જરૂરી સાવચેતી રાખવી જાેઈએ. જાે કોઈ ફક લીક કે મેસેજ આવે તો તરત જ પોલીસને જાણ કરો. જેથી આવા લોકો સામે કાર્યવાહી કરી શકાય. હેકર્સ બોગસ મેસેજ મોકલીને તમારૂ બેંક એકાઉન્ટ બ્લોક કરવાની માત્ર પોકળ ધમકી આપીને જાળ બિછાવે છે.અને બાદમાં તમારી તમામ ગુપ્ત માહિતી મેળવી છેતરપીંડીનો શિકાર બનાવે છે.
છેતરપીંડી કરનારાઓ વારંવાર બેક ંસંબંધિત માહિતી મેળવીને ર૪ કલાકની અંદર બેક ખાતાને બ્લોક કરવાનુૃ દબાણ કરીને અથવા તો કોઈપણ પ્રકારની લાલચ આપીને છેતરપીંડી કરે છે. જાે તેમના બેક એકાઉન્ટને બ્લોક કરવા સંબંધિત કોઈપણ પ્રકારની કોલ, મેસેજ અથવા એસએમએસ આવે છે તો કોઈપણ પ્રકારની માહિતી શેર કરશો નહી.
જાે તમે બ્લોક થઈ રહેલા બેક એકાઉન્ટથી સંબંધિત માહિતી મેળવવા માંગો છો તો સંબંધિત બેક દ્વારા આપવામાં આવેલા ઓફિશ્યલ કસ્ટમર કેર નંબર પર વેરિફાઈ કરો. કોઈપણ નાગરીકે સોશ્યલ મીડીયા પર કોઈપણ નકલી અથવા કોઈ પણ લીંક ખોલવી જાેઈએ નહી. અને અજાણ્યા નંબર દ્વારા મોકલવામાં આવેલા ઓટીપી શેર કરવાનું ટાળવુ જાેઈએ.
કારણ કે તેે હેકર્સને તેમની વ્યક્તિગત માહિતીની એકસેસ આપી શકે છે. પોલીસ દ્વારા સોશ્યલ મીડીયા થકી ઓનલાઈન સાયબર ક્રાઈમથી બચવા નાગરીકો સાથે મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવે છે. જે અંતર્ગત નાગરીકોને અપીલ કરવામાં આવેી છે કે તેઓ અજાણ્યા મોબાઈલ નંબર દ્વારા મોકલવામાં આવેલા કોઈ પણ પ્રકારના મેસેજમાં દર્શાવેલી લીંક પર ક્લિક ન કરે. અને ઓએલએક્ષ પરથી ખરીદી કે વેચાણ કરે તો ખાસ સતેજ રહેવાની જરૂર છે.
તમારી અંગત માહિતીને સુરક્ષિત રાખવા માટે વોટસઐપ ઈ-મેઈલ ફેસબુક સાથે સંબધિત ગોપનીયતાને સાર્વજનિક ન કરો. ઈ-કોમર્સ, વેબસાઈટ પર ખરીદી કરતી વખતે વેબસાઈટની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી જ ઓર્ડર આપશો. લોટરી, રીચાર્જ, કૂપન અને ડીસ્કાઉન્ટ જેવા કોઈપણ પ્રકારના પ્રલોભનો કે સંદેશાઓની આડમાં મારી બેક વિગતો અને ઓળખ શેર કરશો નહી. આ સિવાય કોઈપણ નકલી એપ્લીકેશન, વૉટસઍપ એપ્લીકેશન ડાઉનલોડ કરશો નહી.