ઈ-મેમોના દંડની વસુલાત માટે પોલીસ સક્રિય તોય હજુ ૮૯ કરોડની વસુલાત અધ્ધરતાલ
અમદાવાદ : અમદાવાદના શહેરીજનો ટ્રાફિક નિયમનનો ભગ કરવામાં માહિર છે. શહેરની ૭૦ૅ લાખ વસ્તીમાંથી પ૩ લાખ લોકોને એક અબજ કરતા વધુનો દેંડ ફટકારાયો હતો. જેમાંથી ૩પ લાખન વાહનચાલકો પાસેથી ૮૯ કરોડ દંડ વસુલવાનો બાકી છે. જ્યારે ૧૭ લાખ વાહનચાલકો પાસેથજી પોલીસે રૂ.૩પ કરોડનો દંડ વસુલલ્યો હોવાનું જાણવા મળે છે. શહેર ટ્રાફિક પોલીસની રીકવરી સ્કવોર્ડ દ્વારા પૂર્વમાં ૧ર૦૦ અને પશ્ચિમના વિસ્તારમાં પર૬ વાહનચાલકોને ઘરે જઈને નોટીસની બજવણી કરી છે.
શહેરના ચાર રસ્તારો સ્ટોપલાઈનના સિગ્નલ ભંગ બદલ ઈ-મેમલા છેલ્લા સાડા ચાર વર્ષમાં પ૩ લાખ વાહનચાલકોને ૧ અબજ કરતાં વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાંથી ૧૭ લાખ લોકોએ ૩પ કરોડ રૂપિયાનો દંડ ભરપાઈ કર્યો છે. થોડા સમય પહેલાં દંડની વસુલાત કરવા માટે ટ્રાફિક પોલીસની રીકવરી સકવોર્ડ ઘરે ઘરે જઈને દંડની ભરપાઈ કરવા માટે નોટીસ પાઠવશે એવી પશ્ચિમ ટ્રાફિક ડીસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી.
ત્યારબાદ ટ્રાફિક પોલીસે ઈ-મેમાના દંડની ભરપાઈ ન કરતાં ચાલકોનું લીસ્ટ તૈયાર કરીને નોટીસ બજવણી કરવા માટે રીકવરી સકવોર્ડને કામ સોપ્યુ હતુ. ત્યારે પૂર્વ વિસ્તારમાં ૧ર૦૦ ચાલકોને અને પશ્ચિમ વિસ્તારમાં પર૬ ચાલકોને નોટીસ પાઠવવામાં આવી છે. તેમ છતાં દંડની રકમનો બોજા ઉતરવાની જગ્યાએ દિવસેને દિવસે વધી રહ્યો છે.