ઈ-મેમો ભરવા સવારથી જ વાહનચાલકોની લાઈન
આંબાવાડી વિસ્તારમાં સતત ટ્રાફીકજામના દૃશ્યો છતાંટ્રાફિક પોલીસ અને મ્યુનિ.તંત્ર ઘોર નિદ્રામાં |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસતંત્ર એલર્ટ બન્યું છે અને ઠેર-ઠેર ટ્રાફિક સિગ્નલો મૂકી નિયમોનો ભંગ કરતાં વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવી રહ્યાં છે. જેમાં હવે પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવતાં જ પવિત્ર દિવાળીના તહેવાર પૂર્વે જ દંડનીય કાર્યવાહીથી મધ્યમ અને ગરીબ વર્ગનાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયાં છે. બીજી બાજુ પોલીસ અધિકારીઓની ચેતવણી બાદ આ જ સવારથી જ ઈ-મેમો ભરવા માટે વાહનચાલકોની લાઈનો જાવા મળી રહી છે. પોલીસતંત્રની કામગીરી સામે પણ હવે નાગરીકો સવાલો ઉઠાવા લાગ્યાં છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા કેટલાંક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે. જેમાં શહેરનાં ૨૫થી વધુ સ્થળો ઉપર ટ્રાફિક સિગ્નલોમાં સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યાં છે અને તેનાં મારફતે નિયમોનો ભંગ કરતાં વાહનચાલકોને તેનાં ઘરે જ ઈ-મેમો મોકલવામાં આવી રહ્યો છે.
ઈ-મેમોની વસૂલાત માટે પણ પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરમાં કેટલાંક ચોક્કસ વિસ્તારોમાં જ આ કામગીરી થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરંતુ નાગરીકો મૌન બેસી કાર્યવાહી નીહાળી રહ્યાં છે
આ દરમ્યાનમાં ગઈકાલે વાહનચાલકો વધુ મુશ્કેલીમાં મુકાયાં છે. પોલીસ અધિકારીઓએ પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનાર વાહનચાલક સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જેનાં પગલે હવે ઈ-મેમો મળતાં જ વાહનચાલકો તેને ભરવા માટે તત્પરતા દાખવે તેવો પોલીસનો આશય છે.
પરંતુ પોલીસની આ કામગીરી સામે નાગરીકોમાં રોષ જાવા મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળી જેવા પવિત્ર તહેવાર પૂર્વે જ મધ્યમ વર્ગનાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયાં છે. યોગ્ય આયોજન વગર ટ્રાફિક સિગ્નલે સીસીટીવી કેમેરા લગાડી દેવાનાં આક્ષેપો થઈ રહ્યાં છે. મોટાભાગના ટ્રાફિક સિગ્નલોમાં ઉપર ટાઈમરો બંધ હાલતમાં જાવા મળી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ કેટલાંક સ્થળો ઉપર ટ્રાફિક સિગ્નલો પણ જાવા મળતાં નથી.
ઈ-મેમો નહીં ભરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપતાં જ આજે સવારથી જ પાંચથી વધુ મેમો ભેગાં થયેલાં વાહનચાલકોએ તેને ભરવા માટે દોડધામ કરતાં નજરે પડતાં હતાં. દિવાળીના તહેવારમાં જ કેટલાંક વાહનચાલકો નોકરીમાંથી રજા પાડીને પણ લાઈનમાં ઉભેલા જાવા મળ્યાં હતાં.
કોર્પાેરેશન દ્વારા પાર્કિગ ની જગ્યા ખુલ્લી કરવામાં નહીં આવતાં વાહનચાલકો જાહેર રોડ ઉપર જ વાહનો પાર્ક કરતાં હોય છે તો ટ્રાફિક પોલીસ આવાં વાહન સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે. શહેરનાં જજીસ બંગલા રોડ ઉપર શોપિંગ સેન્ટરોમાં વાહનો પાર્ક કરવાની સવલતો નથી
જેનાં પરિણામે વાહનચાલકોને રસ્તા ઉપર વાહન પાર્ક કરવાની ફરજ પડે છે. આ દરમિયાનમાં આ રોડ ઉપર ફરતી ટ્રોઈંગ વાન આવાં વાહનો ઉપાડીને લઈ જાય છે. પા‹કગની જગ્યાનાં અભાવે નિર્દાેષ વાહનચાલકો દંડાઈ રહ્યાં છે. આ ઉપરાંત શહેરનાં આંબાવાડી વિસ્તારમાં સતત ટ્રાફિકજામના દૃશ્યો જાવા મળી રહ્યાં છે.
પોલીસતંત્ર અને મ્યુનિ.કોર્પાેરેશનના અણધડ વહીવટના કારણે આંબાવાડીમાંથી પસાર થતાં વાહનચાલકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. નાગરીકોમાં રોષ ભભૂકી ઉઠે તે પહેલાં આ બંને તંત્રો જાગશે નહીં તો છેવટે નાગરીકોને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમોની વસૂલાત માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી સામે નાગરીકો હવે પાર્કિગની જગ્યાના અભાવ તથા અન્ય સવલતો નહીં હોવા છતાં દંડ ભરવા મજબૂર બન્યાં છે. અગાઉ ઈ-મેમોનાં મુદ્દે અમદાવાદ શહેરમાં ભારે હોબાળો મચ્યો હતો. ટ્રાફિક નિયમન જરૂરી છે. પરંતુ તે પહેલાં પોલીસ તંત્ર અને મ્યુનિ.તંત્ર દ્વારા તમામ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવાની જરૂરી છે તેઓ નાગરીકો ઈચ્છી રહ્યાં છે.