ઉંચા ભાવે પ્રિ-એકિટવ સીમ કાર્ડ વેચતા કતારગામના દુકાનદારની ધરપકડ
સુરત, ગ્રાહકોની જાણ બહાર આઈ.ડી.નો ઉપયોગ કર્યા બાદ જુદી જુદી કંપનીના સિમકાર્ડ પ્રિ-એક્ટિવ કરાવી ઊંચા ભાવે વેચતા કતારગામના વેપારીને ગઈકાલે એસઓજી પોલીસે દબોચી લીધો હતો અને ૧૩ સીમકાર્ડ મળી કુલ રૂ. ૧૧,૩૦૦ની મત્તા કબજે કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એસઓજી પોલીસે બાતમીના આધારે કતારગામ પીપલ્સ ચાર રસ્તા નજીક મોબાઈલની દુકાન ધરાવતા યાસીન ઈકબાલ વ્હોરાને ત્યાં રેઈડ કરી હતી. પોલીસે દુકાનદાર યાસીન વ્હોરાને નવી સીમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોના આધાર કાર્ડ તથા લાઈવ ફોટાઓ એકથી વધુ વખત પાડી આઈ.ડીનો ઉપયોગ કર્યા બાદ સીમકાર્ડ પ્રિ-એકિટવ કરાવ્યા બાદ ઊંચા ભાવે વેચતો હોવાથી ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી ૧૩ સીમકાર્ડ અને મોબાઈલ મળી કુલ રૂ. ૧૧,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.