Western Times News

Gujarati News

ઉંટડીનું દૂધ ઘણી બિમારીથી રાહત આપી શકે છે : રિપોર્ટ

Files Photo

નવી દિલ્હી: ઉંટડીનું દૂધ પચવામાં સરળ રહે છે. વળી તેમાં ગાયના દૂધ કરતા અનકે ગણા વધારે પોષકતત્વો રહેલા હોય છે. તેમાં ગાયના દૂધ કરતા વધુ માત્રા્‌માં આર્યન, ઝિંક, પોટેશિયમ, કોપર, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે. ઉંટડીના દૂધમાં ગાયના દૂધ કરતા વિટામિન છ અને મ્૨ લેવલ્સ વધારે હોય છે. તેમાં પ્રોટીન પણ વધુ માત્રામાં હોય છે.

ઉંટડીના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે, જેના સેવનથી હાડકાઓ મજબૂત થાય છે, તેમાં મળતું લેક્ટોફેરિન નામનું તત્વ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. આ દૂધને પીવાથી લોહીની ટોક્સિન્સ પણ દૂર થાય છે અને લિવર પણ સાફ થાય છે. જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને સામાન્ય રીતે દૂધ પીવાની ના પાડવામાં આવે છે.

તેમને જાણીને નવાઇ થશે કે ઉંટડીના દૂધમાં કોલેસ્ટ્રોલ લેવલ નીચુ હોય છે. તેમાં રહેલા પ્રોટીન અને કાસેઈન્સને કારણે તે શરીરમાં હીલીંગ માટે જરૂરી તમામ પોષકતત્વો પૂરા પાડે છે. ઉંટડીનુ દૂધ ડાયાબિટીઝના રોગીઓ માટે રામબાણ ઇલાજ છે. ઉંટડીના ૧ લિટર દૂધમાં ૫૨ યૂનિટ ઇન્સુલિન મળી આવે છે, જે અન્ય પશુઓના દૂધમાં મળતી ઇન્સૂલિન કરતા વધારે છે. ઇન્સૂલિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે,

જેના સેવનથી વર્ષોનો ડાયાબિટીઝ મહિનાઓમાં ઠીક થઇ જાય છે. જે બાળકોને અમુક પ્રકારના ખાદ્યપદાર્થોથી એલર્જી રહેતી હોય તેમના માટે ઉંટડીનું દૂધ અક્સીર ઇલાજ છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ ઉંટડીનુ દૂધ કોઇપણ સાઇડઇફેક્ટ વગર એલર્જી સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શરીરને હાનિ પહોંચાડનારા તત્વો અને રોગ ફેલવાનારા તત્વો સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે ઊંટડીનું દૂધ પીતા લોકો લાંબો સમય સુધી જવાન દેખાય છે. તેમાં આલ્ફા હાઈડ્રોક્સિલ એસિડ રહેલું હોય છે

જે ત્વચા પરની કરચલી દૂર કરે છે અને ઉંમર વધતી અટકાવે છે. ગાય-ભેંસના દૂધની સરખામણીએ ઊંટડીનું દૂધ લો ફેટ છે. તેને કારણે શરીરમાં ફેટ વધતી નથી આથી કોલેસ્ટ્રોલ સમસ્યા પણ નથી થતી અને વજન પણ ઘટવા માંડે છે. તેમાં ઇન્સ્યૂલિન હોય છે અને શરીર માટે જરૂરી મોટાભાગના પોષકતત્વો હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.