ઉંટરડા-પાલડી નજીક નદીના પટમાં રેતી ચોરીનું કૌભાંડ
બાયડ, બાયડ તાલુકામાં છેલ્લા એકાદ વર્ષથી ખનિજ ચોરોએ માજા મૂકી દીધી છે. જિલ્લા ખાણ ખનિજ વિભાગના આશિર્વાદ મેળવીને ખનિજ ચોરીનું સુવ્યવસ્થિત કૌભાંડ આચરાતું હોય તેવા ખુલ્લા આક્ષેપો થઈ રહ્યાં છે.
જ્યારે બાયડના માર્ગાે ઉપર સાદી માટી અને કાંકરો લઈને ફરતા ટ્રેક્ટરો બાયડ પ્રાંત ક્ચેરી અને મામલતદાર ક્ચેરી ઝડપી શકતી હોય તો છેલ્લા કેટલાય સમયથી ઉંટરડા-પાલડી નજીક નદીના પટમાંથી ખનિજ ચોરીની ગંભીર ફરિયાદો ઉઠવા છતાં અધિકારીઓ પાસે તપાસનો કેમ સમય નથી ??
અગાઉ પણ જૂની વાસણી ગામના કેટલાક અરજદારોએ નદીમાંથી ગેરકાયદે ખનિજ ચોરી થતી હોવાની ગંભીર ફરિયાદ બાયડ પ્રાંત અધિકારીને કરી હોવા છતાં ખનિજ ચોરોને પકડવા માટે દેખીતી કોઈ કામગીરી થઈ હોય તેવું આજદિન સુધી જણાતું નથી અને ખનિજ ચોરી કરનારા કોઈપણ પ્રકારના ડર વિના દિવસ-રાત ટ્રેક્ટરો મારફતે ખનિજ ચોરી ફરી સરકારને ચૂનો લગાડી રહ્યાના ગંભીર આક્ષેપો થવા લાગ્યાં છે.