ઉંટીયાદરાની P.G. Glass કંપનીના ત્રણ સિક્યુરિટી ગાર્ડની હત્યા અને લૂંટનો ભેદ ઉકેલતી ભરૂચ પોલીસ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર તાલુકા ના છેવાડા ના ગામ ઉંટીયાદરા ગામની પી.જી.ગ્લાસ કંપની ના ત્રણ સિક્યુરિટી ગાર્ડ ની હત્યા અને લૂંટ ના ચકચારી ગુનામાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે સુરત ના અમરોલી વિસ્તાર માંથી પાંચ આઓપીઓ ની અટકાયત કરી છે તેમજ અન્ય આરોપીઓ ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકા ના ઉંટીયાદરા ગામની સીમમાં આવેલ પી.જી.ગ્લાસ કંપની માં થયેલ સિક્યુરિટી ગાર્ડ ના ટ્રિપલ મર્ડર સાથે લૂંટ ના ચકચારી બનાવ બાદ વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ એ ઘટના સ્થળ ની મુલાકાત લઈ આર.આર.સેલ વડોદરા, એલ.સી.બી, એસ.ઓ. જી, પેરોલ સ્ક્વોર્ડ ની ટીમો ઉપરાંત એફ.એસ.એલ,ડાગ સ્ક્વોર્ડ, ટેકનિકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજનસ નો ઉપયોગ કરી ગુનાનો ભેદ ઉકેલવાની કવાયત હાથધરી હતી.
જેમાં ડાગ તેજી એ કંપની માંથી નીકળી બાજુમાં આવેલ શેરડી ના ખેતર માં પાણી ન બોટલો અને હોટલ ના પ્લાસ્ટીક ના ટીન ના ડબ્બા શોધી કાઢતા આસપાસ ના ગામો માં ટેકનીકલ સર્વેલન્સ અને હ્યૂમન ઈન્ટેલીજન્સ ની મદદ થી અજાણયા આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાયા હતા.
તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ ને અજાણ્યા આરોપીઓ કોસાડ અમરોલી સુરત ના હોવાની બાતમી માલ્ટા તેના આધારે પાંચ આરોપીઓ ની ધનિષ્ઠ પૂછપરછ અને ક્રોસ ઈન્ટ્રોગેશન કરવામાં આવતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. કંપની ની રેકી કરી લૂંટ ના ઈરાદા સાથે લાકડીઓ, ધારીયા, પાઈપો, ત્રણ દેશી તમંચા, કાર્ટીઝ અને બે વાહનો સાથે આરોપીઓ એ કંપની પાર ત્રાટક્યા હતા.
તે સમયે સિક્યુરિટી જવાનો એ સામનો કરતા તેઓને ઢોરમાર મારી મોબાઈલો ઝૂંટવી,કપડાં કાઢી લઈ સિક્યુરિટી કેબીન માં પુરી કંપની માંથી મોટર, બેટરીઓ, કેબલ વાયરો વાહનો માં ભરી ફરાર થઈ ગયા હોવાની આઓપીઓ ની કબૂલાત માં બહાર આવતા પોલીસે ૭૫ હજાર ના વાહનો,દેશી તમંચા સહિત કુલ ૧,૦૬,૦૦૦ ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓ નો અટકાયત કરી બાકી રહેલા આઠ આરોપીઓ અને મુદ્દામાલ મેળવવા પોલીસ રીમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ કરી છે. પોલીસ રીમાન્ડ દરમ્યાન અન્ય કેવી અને કેટલી વિગતો મેળવી શકે છે તેમજ અન્ય આરોપીઓ ને ઝડપી પાડવામાં પોલીસ ને કયારે સફળતા મળે છે તે જોવુ રહ્યુ.*