ઉંડવા નજીકથી કતલખાને લઈ જવાતા ૪ પશુઓને મેઘરજ પોલીસે બચાવી બે કસાઈઓની ધરપકડ કરી
ગુજરાત-રાજસ્થાનને અડીને આવેલા ઉંડવા પાસેથી પીકઅપ ડાલામાં પશુઓ ભરી કતલખાને લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળતા મેઘરજ પોલીસે નાકાબંધી કરી પીકઅપ ડાલાનાને ઝડપી પાડી પીકઅપ ડાલા માંથી ૪ પશુઓ મળી આવ્યા હતા મેઘરજ પોલીસે કતલખાને લઈ જવાતા ૪ ભેંસ કીં.રૂ.૭૦ હજાર સાથે ૪.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે કસાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ધનસુરા તાલુકાના જીવદયા પ્રેમીઓએ શિકા ચોકડી નજીકથી ટેમ્પો અને બોલેરોજીપ ગાડીમાં ૪ ગયો કતલખાને લઈ જવાતી બચાવી લીધી હતી અને ધનસુરા પોલીસને ૪ ગાયો અને ટેમ્પો અને બોલેરોજીપ ધનસુરા પોલીસને સોંપી હતી જીવદયા પ્રેમીઓના જણાવ્યા અનુસાર ગૌવંશને કતલખાને લઈ જતું અટકાવતા કસાઈઓએ જીવદયાપ્રેમીઓ પર હુમલો કરતા ઈજાઓ પહોંચી હોવા છતાં જીવન જોખમે ગૌવંશને બચાવવામાં સફળ રહ્યા હોવાનું જણાવ્યું હતું
મેઘરજ પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાન તરફ થી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું બાતમી આધારિત પીકઅપ ડાલુ (ગાડી.નં. GJ-09-Z-1386 ) માં ગેરકાયદેસર કતલખાને લઈ જવા પશુઓ ભરી પસાર થતા પોલીસે અટકાવી
પીકઅપ ડાલામાંથી ખીચોખીચ હલન ચલન ન થઇ શકે તેરીતે મરણતોલ હાલતમાં દોરડા વડે બાંધી રાખેલી ૪ ભેંશોને કતલખાને પહોંચે તે પહેલા બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપી હતા
મેઘરજ પોલીસે પીકઅપ ડાલા માંથી ભેંસ નંગ-૪ કીં.રૂ.૭૦૦૦૦/- તથા પીકઅપ ડાલાની કીં.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ રૂ.૪૭૦૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ઓ (૧)સલામત રમજાની ઉમરભાઇ મલુતાની (રહે,ચાંદટેકરી, મોડાસા ) અને (૨) જાવેદ જામીર મૌલા મલુતાની (રહે,ચાંદટેકરી,મોડાસા) નામના બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી