ઉંમરગામના વર્મા પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યુ
સુરત, ઉંમરગામ નજીક બોરડીમાં જીનલ ટાયર ડીલરશીપ ધરાવતા યશ વર્મા તા.૧૩ એપ્રિલના પોતાની દુકાનેથી ઘરે મોટરસાયકલ પર આવી રહ્યા હતા ત્યારે ગોવાડા કોસ્ટલ હાઈવે ખાડીના પુલ પર મોટર સાયકલ સ્લીપ થઈ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયુ હતુ. તા.રરમીના રોજ યશ બ્રેનડેડ જાહેર થતા યશની પત્ની માનસી સહિત પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ આપવામાં આવી હતી.
ડોનેટ લાઈફ દ્વારા દાનમાં મેળવવામાં આવેલી બંન્ને કિડનીમાંથી એક કિડનીનુૃ ટ્રાન્સપ્લાન્ટ જેતુરના ૩૧ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનુૃ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના ૩૯ વર્ષીય વ્યક્તિમાં, લીવરનુૃ ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના ૪૩ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યુ છ