ઉખડી ગયેલા વૃક્ષ વચ્ચે દીપિકા સિંહે ફોટો પડાવ્યા

દિયા ઔર બાતી હમમાં સંધ્યાનો રોલ કરનારી દીપિકાએ વાવાઝોડાના કારણે આવેલા વરસાદમાં નૃત્ય કરીને મજા લીધી
મુંબઈ: એક તરફ આપણો દેશ કોરોના મહામાારીની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. બીજી તરફ તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ગુજરાતને ઘમરોળતાં પહેલા તૌકતે વાવાઝોડાએ મુંબઈમાં આતંક મચાવ્યો હતો. ભારે વરસાદ અને પવન ફૂંકાવાના કારણે ઠેરઠેર નુકસાનના દ્રશ્યો જાેવા મળ્યા છે. ઘણાં સેલિબ્રિટીઝે વાવાઝોડા દરમિયાન લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી. જાે કે, સીરિયલ દિયા ઔર બાતી હમમાં સંધ્યાનો રોલ કરીને પોપ્યુલર થયેલી એક્ટ્રેસ દીપિકા સિંહ ગોયલે વાવાઝોડાના કારણે આવેલા વરસાદમાં નૃત્ય કરીને મજા લીધી હતી.
એટલું જ નહીં વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થયેલા વૃક્ષો વચ્ચે દીપિકાએ ફોટોશૂટ કરાવ્યું હતું. દીપિકાએ ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ વચ્ચે ઘૂસીને ફોટો પડાવ્યા હતા. કલરફુલ વન પીસમાં દીપિકા ઝાડની ડાળીઓ વચ્ચે પોઝ આપી રહી છે. આ તસવીરો શેર કરતાં દીપિકાએ લખ્યું હતું, તમે વંટોળને શાંત નથી પાડી શકતાં માટે પ્રયાસ કરવાનું છોડી દો.
તમે પોતાની જાતને શાંત કરી શકો છો, કુદરતને ગળે લગાડી શકો છો અને ઉદાસીનતાને સ્વીકારી શકો છો કારણકે વંટોળ પસાર થઈ જશે. આ વૃક્ષ મારા ઘરની બહાર જ પડ્યું છે અને કોઈને ઈજા નથી થઈ. જ્યારે અમારા ઘરના દરવાજાથી આને દૂર ખસેડી રહ્યા હતા ત્યારે મેં અને રોહિતે કેટલીક તસવીરો ક્લિક કરી છે. જેથી તૌકતે વાવાઝોડાને યાદ રાખી શકીએ.
આ તસવીરો સાથે દીપિકાએ સૌને ઘરમાં રહેવાની અને સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી. વાવાઝોડાના કારણે વરસાદ પડતાં દીપિકાએ ડાન્સ કરીને મજા લીધી હતી. વિડીયોમાં દીપિકા સાયબો ગીત પર દિલ ખોલીને નાચતી દેખાઈ રહી છે. આ વિડીયો સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, “કહ્યું હતું ને કે જિંદગી વાવાઝોડું પસાર થઈ જાય તેની રાહ જાેવા માટે નથી. એ તો વરસાદમાં નાચવાનું શીખવનારી છે.