ઉચ્ચતર માધ્યમિકના સિલેબસમાં ૨૦થી ૪૦%નો ઘટાડો થઈ શકે
અમદાવાદ: કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સ્કૂલોના અભ્યાસક્રમમાં સમયની ખોટ થઈ છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત બોર્ડના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમમાં ૨૦થી ૪૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. ગુરૂવારે ગાંધીનગર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માઘ્યમિક શિક્ષણ બોર્ડ ના અધિકારીઓની બેઠકમાં શાળાઓ ફરીથી ખોલવા માટેના ૩ અલગ-અલગ વિકલ્પ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આમાંનો એક વિકલ્પ એ છે કે, જાે સપ્ટેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો શૈક્ષણિક કેલેન્ડર અને અભ્યાસક્રમનું આયોજન તેની સાથે કરવું જાેઈએ. આનાથી વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ૨૦%નો ઘટાડો જાેવા મળી શકે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ય્જીૐજીઈમ્ના એક સૂત્રએ જણાવ્યું કે, ‘જાે ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં ૩૦%નો ઘટાડો કરવો પડશે. જ્યારે થર્ડ સિનારીયોમાં નવેમ્બરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં ૪૦% અથવા તેથી વધુનો ઘટાડો કરવો પડશે.’ ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ રોગચાળાને કારણે દેશભરની શાળાઓ માર્ચના મધ્યભાગથી બંધ છે.
‘જાે ગુજરાતમાં શાળાઓ ૧૪ નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખુલશે તો મિડ-ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવો પડશે’ એમ સૂત્રએ જણાવ્યું હતું. અધ્યક્ષ અને રાજ્યના શિક્ષણ વિભાગના અન્ય અધિકારીઓની હાજરીમાં મળેલી બેઠકમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માટેની પરીક્ષાઓ લેવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ મામલે વિગતવાર અહેવાલ તૈયાર કર્યા બાદ અધિકારીઓ ફરીથી બેઠક કરશે. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સિલેબસ ય્જીૐજીઈમ્ દ્વારા નક્કી કરવામાં આવે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ તાજેતરમાં જ એક જાહેરનામું બહાર પાડ્યું છે કે તે ધોરણ ૯-૧૨ના અભ્યાસક્રમમાં ૩૦% ઘટાડો કરશે. રાજ્ય સરકારે ૨૦૨૦-૨૧ શૈક્ષણિક વર્ષથી કેન્દ્રિય શિક્ષણ પદ્ધતિ શરૂ કરવા માટે નવા નિયમો લાવ્યા હતા.