ઉજળેશ્વર નજીક અકસ્માતમાં બાયડના બે યુવાનોનો આબાદ બચાવ
ટ્રક ચાલકે કારને ટક્કર મારતા કાર આગળ જઈ રહેલા જીપ ડાલા સાથે ટકરાઈ
અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે મોડાશા કપડવંજ હાઇવે પર બાયડ નજીક ઉજળેશ્વર પાટીયા ઉપર કારને અકસ્માત નડયો હતો સદનસીબે બાયડના બે યુવાનોનો બચાવ થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો પ્રાપ્ત થતી માહિતી મુજબ ગતરાત્રીના દસ વાગ્યાના સુમારે મોડાસા કપડવંજ હાઇવે પર બાયડ નજીક ઉજળેશ્વર પાટીયા ઉપર મારુતિ સ્વીફ્ટ કારને અકસ્માત થતો બાયડના બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ઉજળે શ્વર પાટીયા ઉપર આગળ જીપડાલુ અને તેની પાછળ સ્વીફ્ટ કાર ચાલતી હતી એવામાં પાછળથી પૂરપાટ ગતિએ આવતી અજાણ્યા ટ્રક ની સ્વીફ્ટ કાર ને સાઈડમાં ટક્કર વાગી હતી જોરદાર ટક્કરને કારણે કારચાલકે કાર પરનો કંટ્રોલ ગુમાવી દેતા આ કાર આગળ ચાલતા જીપ ડાલા ની પાછળ ઘૂસી ગઈ હતી અકસ્માત સ્થળ ઉપર ટ્રક કાર અને જીપ ડાલા ની કક્કર ના દ્રશ્યો પ્રથમ દ્રષ્ટિએ જોતા કાર ની અંદરના મુસાફરોની જાનહાનિ થયા હોવાનું પ્રત્યક્ષદર્શી એ અનુભવ્યું હતું
પરંતુ સદ્દનસીબે કારના ચાલક નીતુ અશોકભાઈ અરોડા અને બાજુમાં બેઠેલા માનવ મનોજભાઈ અરોડા ને સામાન્ય ઈજાઓ થઈ હતી જોકે આ મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોય વધુ કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી ઉલ્લેખનીય છે કે આ પહેલો મોડાસા કપડવંજ હાઇવે ઉપર બેફામ ગતિએ ચાલતા ટ્રકો એ કેટલાય નિર્દોષ નાગરિકોના ભોગ લીધા છે તેમ છતાં તંત્ર બેફામ ગતિએ ચાલતા વાહનોના બ્રેક લગાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે