ઉજ્જેનમાં પશુપાલકોના વિવાદમાં યુવકની હત્યા થઈ
યુવકે હાથ-પગ જાેડ્યા પરંતુ લોકો લાકડી મારતા રહ્યા, મરવાની અણી પર આવતા આરોપી તેનેે ફેંકને નાસી ગયા
ઉજ્જૈન: કોરોનાકાળ વચ્ચે મહાકાલની નગરી ઉજ્જૈનથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એક વ્યક્તિને માર મારી અધમૂરો કરી દે છે. તે અધમૂરો થયા બાદ પણ તેના પર લાકડીઓથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેનું મોત નીપજ્યું છે. વીડિયોના આધારે પોલીસ આરોપીની શોધ કરી રહી છે. મળતી માહિતી મુજબ, આ ઘટના જિલ્લાના લવકુશનગરની છે. અહીં પશુપાલનના વિવાદમાં એક યુવકની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી.
હત્યારાઓની ર્નિદયતાનો વીડિયો સામે આવતાની સાથે જ સનસનાટી મચી ગઈ હતી. એડિશનલ એસપી અમરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સંત બાલીનાથ નગરમાં રહેતા ૨૬ વર્ષીય ગોવિંદના પિતા રાજેશ લખવાલ પર શુક્રવારે લવકુશ નગરમાં રહેતા લાલા ભાટ, વિશાલ ભાટ, સાગર ભાટ આહિટ અને અન્ય સાથીઓએ હુમલો કર્યો હતો.
આ વીડિયો વાયરલ થયો, ત્યારબાદ શુક્રવારે ગોવિંદને ઈજાગ્રસ્ત હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. અહીં તબીયત બગડ્યા પછી ગોવિંદને ઇન્દોર રિફર કરવામાં આવ્યો.
પરંતુ, શનિવારે સવારે ગોવિંદનું મોત નીપજ્યું હતું. જાેકે તેની સાથે થયેલા હુમલાનો અને હત્યાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોના આધારે પોલીસ આરોપીની શોધ કરી રહી છે. ગોવિંદના મિત્ર સૂરજે જણાવ્યું હતું કે, સંત બાલીનાથનગરના ગોવિંદ લખવાલ અને લવકુશનગરના આશુ ડાગર પશુ પાલન કરે છે.
પશુપાલન મુદ્દે તેમની વચ્ચે વિવાદી હતો. આ દરમિયાન શુક્રવારે આશુ ડાગર ગોવિંદને તેના ઘરે લઈ ગયો હતો. તેના ઘરે તેના સાથીદાર લાલા ભાટ, વિશાલ ભાટ, સાગર ભાટ, દીપક અને ભય્યૂ હથિયાર સાથે તૈયાર બેઠા હતા.
ગોવિંદ તેના મિત્ર સૂરજ સાથે આશુના ઘરે પહોંચ્યા ત્યાં તરત જ આરોપીઓ બંને પર તૂટી પડ્યા. એવું કહેવામાં આવે છે કે, સૂરજ તો જીવ બચાવી ભાગી છૂટ્યો, પરંતુ ગોવિંદને આરોપીઓએ ઘેરી લીધો હતો. ગોવિંદને બધાએ ઘેરી લોખંડના સળીયા અને ચપ્પાથી મારી અધમૂરો કરી દીધો હતો. ગોવિંદે પણ પોતાનો જીવ બચાવવા માટે આરોપીઓના હાથ અને પગ જાેડ્યા, પરંતુ આરોપીના માથા પર ખૂન સવાર હતુ, તેમને જરા પણ દયા ન આવી.
તે ર્નિદયતાથી મારતા જ રહ્યા. જેમ-તેમ આશુના ઘરેથી નીકળી ગોવિંદ બહાર આવી રસ્તા પર પડ્યો તો આરોપીઓ ત્યાં પણ પહોંચી ગયા. આશુએ ગોવિંદને પકડી રાખ્યો અને સાગર ભાટ તેને લાકડીથી ખરાબ રીતે મારતો રહે છે. ગોવિંદની હાલત મરવા જેવી થઈ ગઈ તો, વિશાલ બાટ મોટરસાઈકલ લઈને આવ્યો.
તેના પર ગોવિંદને બેસાડી ઘરની સામે ફેંકી ગયા. ઘરની બહાર ઇજાગ્રસ્ત ગોવિંદની હાલત જાેઈ પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં ઇન્દોરની એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ગોવિંદનો જીવ બચાવી શકાયો નહીં. ધોળે દિવસે ગોવિંદને માર મારવાનો તમાસો લોકો જાેતા રહ્યા, પરંતુ કોઈએ રોકવાનો પ્રયાસ કર્યો નહીં.