ઉજ્જૈનના રેલવે સ્ટેશન પર બે બાળકો સાથે ચાલુ ટ્રેનમાંથી કૂદી માતા
ઉજજૈન, ઉજ્જૈનના રેલવે સ્ટેશન પર એક મહિલાએ તેના બે માસૂમ બાળકોને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધા અને ત્યારપછી તે પોતે પણ કૂદી પડી હતી. જાેકે ત્યાં તૈનાત કોન્સ્ટેબલ દ્વારા મહિલાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લેવામાં આવી હતી. અત્યારે ત્રણેય સુરક્ષિત છે.
આમ જાેવા જઈએ તો મહિલા ઉતાવળમાં ખોટી ટ્રેનમાં ચઢી ગઈ હતી. આ વાતની જાણ થતાં જ તેણે બાળકોની સાથે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો હતો. ચલો આપણે અ સમગ્ર ઘટના વિશે વિગતવાર માહિતી મેળવીએ..
આ ઘટના ઉજ્જૈન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૪ પર બની હતી. અહીં એક વ્યક્તિ તેની પત્ની અને બે બાળકો સાથે સ્ટેશન પહોંચ્યો હતો. તેને સિહોર જવાનું હતું. તેઓ ભૂલથી પ્લેટફોર્મ નંબર ૪ પર આવી ગયા હતા જ્યારે તેમની ટ્રેન પ્લેટફોર્મ નંબર ૧ પર આવવાની હતી. આ દરમિયાન પતિ ટિકિટ લેવા ગયો અને પત્ની ઉતાવળમાં બાળકો સાથે ટ્રેનમાં ચઢી ગઈ હતી.
મહિલાને પાછળથી જાણ થઈ કે તે ખોટી ટ્રેનમાં છે, આ સમગ્ર જાણકારી પછી ગભરાઈને મહિલાએ પહેલા તેના ૪ વર્ષના અને પછી ૬ વર્ષના પુત્રને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા અને ત્યારપછી પોતે પણ બહાર કૂદી પડી હતી. જ્યારે ત્યાં હાજર જીઆરપી કોન્સ્ટેબલ મહેશ કુશવાહાએ મહિલાને આવું કરતા જાેઈ તો તેણે મહિલાને ટ્રેનની અડફેટે આવતી બચાવી લીધી હતી.
આટલું જ નહીં આ દરમિયાન બંને બાળકો પણ માતાથી અલગ થઈ ગયા હતા. વળી તેમનો સામાન પણ એક યાત્રીએ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. આ દરમિયાન સારી વાત એ છે કે ત્રણેય સુરક્ષિત છે. જાેકે જ્યારે મહિલાનો પતિ ત્યાં આવ્યો ત્યારે તેણે પત્નીને ઘણી ધમકાવી હતી.HS