Western Times News

Gujarati News

‘ઉડાન/આરસીએસ’ અંતર્ગત અમદાવાદ અને કંડલા વચ્ચે સીધી ફ્લાઇટનો શુભારંભ

નવી દિલ્હી,  એર ઈન્ડિયાની સંપૂર્ણ માલિકી ધરાવતી પેટા-કંપની એલાયન્સ એરે અમદાવાદ અને કંડલા વચ્ચે પોતાની સૌપ્રથમ સીધી ફ્લાઇટ વિધિવત રીતે શરૂ કરી દીધી છે. તેની સાથે જ ‘ઉડાન-આરસીએસ’ યોજના અંતર્ગત 228મો રૂટ બની ગયો છે. કંડલા ‘કંડલા-આરસીએસ’ યોજના અંતર્ગત એલાયન્સ એરનું આ 55મું સ્થળ બન્યું છે. આ ફ્લાઇટ સોમથી શુક્ર ઉડશે. (udaan RCS)

ઉડાન સેવાનો શુભારંભ થવાથી હવે કંડલાના યાત્રિકોને અમદાવાદ થઈ નાસિક અને હૈદરાબાદની મુસાફરી કરવામાં સરળતા થશે જેથી તેમની યાત્રાના સમયમાં ઘટાડો થશે. આ એવી ત્રીજી ઉડાન છે જેનું સંચાલન કંડલા હવાઈમથક થશે થશે. વર્તમાન સમયમાં સ્પાઈસજેટ અને ટ્રુજેટ મુંબઈ તેમજ અમદાવાદ માટે દૈનિક ઉડાનનું સંચાલન કરે છે. આ ઉપરાંત તેનાથી હવે કચ્છના વાણિજ્ય કેન્દ્ર ગાંધીધામ અને દેશના મુખ્ય બંદર દીનદયાળ પોર્ટ માટે શ્રેષ્ઠ કનેક્ટિવિટી સુલભ થઈ છે.

‘ઉડાન’ યોજના અંતર્ગત આરસીએસ (ક્ષેત્રિય કનેક્ટિવીટી સ્કીમ) રુટ પર હવાઈ યાત્રામાં 242 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. જેનાથી એક તરફ સમગ્ર ઉડ્ડયન નેટવર્ક વધુ સદૃઢ તેમજ વિસ્તૃત થઈ ગયું અને બીજી તરફ સામાન્ય વ્યક્તિને બજાર ભાવે નજીવા ભાવે સેવાઓ મળી રહી છે.

એલાયન્સ એર હવે ‘ઉડાન-આરસીએસ’ યોજના અંતર્ગત પોતાને ફાળવેલ 50 રુટો પર પોતાની સેવાઓનું સંચાલન કરી રહી છે. એટલું જ નહીં, એલાયન્સ એરે 16 નવેમ્બર, 2019થી ચંદીગઢ – ધર્મશાળા રૂટ પર પણ તેનું દ્વિમાર્ગી સંચાલન શરૂ કરી દીધું છે, જેની ફાળવણી આ યોજના અંતર્ગત ઉડાન-આરસીએસ રૂટના ‘ઉડાન 2 તેમજ ઉડાન 3.1’ અંતર્ગત કરવામાં આવી હતા.

એર ઈન્ડિયાની સાથે પોતાના કોડ શેરીંગ દ્વારા એલાયન્સ એર ન માત્ર દેશની અંદર ક્ષેત્રીય કનેક્ટિવિટી સુલભ કરી કહ્યું છે. પણ દેશ-વિદેશમાં એર ઈન્ડિયાના નેટવર્ક પર ક્ષેત્રીય યાત્રિકોને અવિરત કનેક્ટિવીટી પણ આપી રહ્યું છે. ખરેખર ‘ઉડાન’ દેશના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરસ્પર જોડશે. લગભગ 700 રૂટ સાથે ભારતના ઉડ્ડયન બજારમાં એક નવા ક્ષેત્રીય સેગમેન્ટનું માળખું તૈયાર થઇ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.