ઉતરપ્રદેશનાં બીજનોરમાં જબરો વિસ્ફોટઃ ત્રણના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/Blast-1024x768.jpg)
બીજનોર, ઉતરપ્રદેશનાં બીજનોરમાં એક ગોડાઉનમાં આજે જબરો વિસ્ફોટ થતા ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ગોડાઉન ફટાકડાનું હતું તેવું બહાર આવ્યું છે અને અંદર અચાનક જ વિસ્ફોટ થતા તેમાં કામ કરી રહેલ અનેક લોકો ભોગ બન્યા છે.જેમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું અને અન્ય ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે.
આ વિસ્ફોટના કારણે ગોડાઉનની છત ઉડી ગઈ હતી અને બાદમાં લગભગ ૩૦ મીનીટ સુધી આગ અને વિસ્ફોટ ચાલુ રહ્યા હતા અને આ ઘટનાને કારણે ભારે નાસભાગ મચી ગઇ હતી.HS