Western Times News

Gujarati News

ઉતરાખંડઃ ચમોલીમાં નદીમાં વાહન ખાબક્યું, ૮ લોકોના મોત, ૫ ઘાયલ

ચમોલી, ઉતરાખંડના ચમોલી જિલ્લાના દેવલમાં રવિવારે એક વાહન નદીમાં ખાબક્યું હતું. તેમાં ૮ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ૫ લોકો ઘાયલ થઇ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ના એસપી તૃપ્તી ભટ્ટે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગુમ છે. ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે. સાથે જ ગુમ વ્યક્તિને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માર્ગ દુર્ઘટના ચમોલી જિલ્લાના દેવાલ બ્લોકમાં થઇ. મળતી માહિતી અનુસાર બલાન ક્ષેત્રના લોકો ગામના એક વૃદ્ધની અંત્યોષ્ટી માટે દેવાલા જઇ રહ્યા હતા. અંત્યેષ્ટિમાં જઇ રહેલા લોકો જે મેક્સ વાહનમાં બેઠેલા હતા, તે બરસાના નજીક અચાનક અનિયંત્રિત થઇ ગયું. ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું અને મેક્સ નદીમાં ખાબક્યું હતું. વાહન પર લગભગ ૧૬થી ૧૮ લોકો બેઠેલા હતા.

વાહન અનિયંત્રિત થયા બાદ ૬ લોકોએ છલાંગ લગાવીને પોતાનો જીવ બચાવ્યો. લોકોએ દુર્ઘટનાની માહિતી તત્કાલ પોલીસને આપી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે એસટીઆરએફના સહયોગથી રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધું. લોકો કાઢીને સામુદાયીક સ્વાસ્થય કેન્દ્ર થરાલી લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સની ટીમે ત્રણેયને મૃત જાહેર કરી દીધા. જ્યારે પાંચના મોત સારવાર દરમિયાન થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લાધિકારી સ્વાતિ ભદોરિયા પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા. તેમણે રાહત અને બચાવ કાર્ય અંગે માહિતી મેળવી અને જરૂરી નિર્દેશ આપ્યા. આ દુર્ઘટનાથી વિસ્તારમાં ગમનો માહોલ છવાયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.