ઉતરાયણની ઉજવણી કરવા લોકો ભીડ એકઠી કરશે તો કાર્યવાહી

(એજન્સી) અમદાવાદ, ગુજરાતના સૌથી મનપસંદ તહેવાર ગણાતા ઉત્તરાયણની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ રહી છે. બીજી તરફ કોરોનાના આંકડા પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ સ્થિતિમાં સરકારે ચોક્કસ ગાઈડલાઈનનું પાલન કરીનેે ઉત્તરાયણની ઉજવણી કરવા તાકીદ કરી છે.
સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ એપાર્ટમેન્ટમાં લોકોની ભીડ એકઠી કરવી નહી. ઉજવણી કરવા મિત્રોને બોલાવવા નહીં, વડીલો અને બાળકોને ભીડથી દૂર રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. કોઈની લાગણી દૂભાય એવા લખાણો પતંગ પર ન લખવા. ધાબા પર લાઉડ સ્પીકર ન રાખવા તાકીદ કરાઈ છે.