Western Times News

Gujarati News

ઉતાવળમાં ન હટાવો પ્રતિબંધ, WHOની ભારતને ચેતવણી

ડેલ્ટા વેરિએન્ટ સહિત અન્ય ચિંતાજનક વેરિએન્ટના વધતા સંક્રમણને જાેતા કોરોના પ્રતિબંધ જલ્દી હટાવવું ખતરનાક સાબિત થઈ શકે છે:WHO

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચીફ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયાસસે કોરોના પ્રતિબંધ જલ્દી હટાવવાને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યુ છે કે ડેલ્ટા વેરિએન્ટ સહિત અન્ય ચિંતાજનક વેરિએન્ટના વધતા સંક્રમણને જાેતા કોરોના પ્રતિબંધ જલ્દી હટાવવું ખતરનાક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યુ કે બીજી લહેરથી લગભગ ૨ મહિના સુધી ખરાબ રીતે હેરાન થયા બાદ ભારતમાં પ્રતિબંધોમાં છુટ શરુ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં પ્રતિબંધમાં ઢીલ શરુ થઈ ચૂકી છે તો કેટલીક જગ્યાઓ પર પ્રતિબંધ જારી છે. આ પહેલા ડબલ્યુએચઓએ કહ્યુ હતુ કે કોરોના ડેલ્ટા સ્ટ્રેન હવે ચિંતાનું કારણ બની રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોવિડનો આ સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં જાેવા મળ્યો હતો. ત્યારે આ વેરિએન્ટના ૨ અન્ય બે સ્ટ્રેન્સના સંબંધમાં ડબલ્યુએચઓએ કહ્યુ કે હાલમાં ચિંતાની કોઈ વાત નથી. વાયરસ મ્.૧.૬૧૭ વેરિએન્ટને ટ્રિપલ મ્યૂટેન્ટ વેરિએન્ટ ગણાવવામાં આવ્યો છે. કેમકે આ ત્રણ લિનીએજ(વંશ)માં વહેચાયેલો છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી ગત મહિને સમગ્ર સ્ટ્રેનને વીઓસી એટલે કે વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાના ભારતમાં પહેલી વાર જાેવા મળેલા સ્વરુપ બી.૧.૬૧૭.૧ અને બી.૧.૬૧૭.૨ને હવે ક્રમશઃ ‘કપ્પા’ અને ડેલ્ટાના નામથી ઓળખવામાં આવશે.

હકિકતમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોના વાયરસના વિભિન્ન સ્વરુપોની નામાવલીની નવી વ્યવસ્થા જાહેર કરી છે. જે અંતર્ગત વાયરસના વિભિન્ન સ્વરુપોની ઓળખ ગ્રીક ભાષાના અક્ષરોના માધ્યમથી થશે. આ ર્નિણય વાયરસને લઈને સાર્વજનિક વિમર્શના સરળીકરણ કરવા તથા નામો પર લાગેલા કલંકને ભૂસવા માટે કરવામાં આવ્યો છે.

હવે ભારતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ ઓછા થતા જઈ રહ્યા છે. ત્યારે સરકારે પણ લોકોના ધંધા રોજગાર જાેતા થોડીક છુટછાટ આપી દીધી છે. ત્યારે સામાન્ય જનતા પણ કોરોના ભૂલી ગઈ હોય તેમ લોકોના ટોળા એકઠા થવા માડ્યા છે. તે જાેતા લાગી રહ્યું છે કે સામાન્ય જનતા કોરોનાને આમંત્રણ આપી રહી છે. જ્યા સુધી સામાન્ય જનતા નહી સમજે ત્યાં સુધી કોરોનાને હરાવો મુશ્કેલી બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.