ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઘઉંના જ્વારાનો રસ લાભદાયી
અમદાવાદ: ઘઉંને જમીનમાં વાવ્યા બાદ જે ઘાસ ફૂટી નીકળે છે, તેને ઘઉંના જવારા કહેવાય છે. જેનું જ્યુસ પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે. આ વ્હીટ ગ્રાસનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિઅસિયમ છે. ૬થી ૮ ઇંચ લાંબા જવારાને પીસીને તેનો રસ કાઢીને પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન કે, વિટામિન બી, સી અને ઈ જેવા પોષક તત્વો હોય છે. તેના ખૂબ ફાયદા હોવાથી લોકો તેને ઘરે વાસણો અને લોનમાં ઉગાડે છે. ઘઉંના જવારાનો રસ પીવાના અગણિત ફાયદા છે. ઘઉંના જવારાને પીસીને રસ કાઢી તે પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
આ રસ પીવાથી વ્યક્તિને એનિમિયાનો ખતરો રહેતો નથી. અત્યારે મેદસ્વિતાની તકલીફ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. ઘઉંના જવારાનો રસ મેદસ્વીપણું દૂર કરે છે. ઘઉંના જવારામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ફાઇબર વધુ માત્રામાં હોય છે. આ રસ પીવાથી શરીરને પોષક તત્વો તો મળે જ છે સાથે પેટ પણ ભરેલા જેવું રહે છે. ઘઉંના જવારાના રસના સેવનથી પાચન પ્રક્રિયા બરાબર થાય છે. તેમાં ઘણા પ્રકારનાં એન્જાઈમ્સ મોટા પ્રમાણમાં જાેવા મળે છે. જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે. ઘઉંના જવારાના રસનો વપરાશ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયરોગનું જાેખમ ઓછું હોય છે.
ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી શરીરને સોજામાં રાહત મળે છે, તેની સાથોસાથ આંતરડાના સોજા પણ ઘટાડે છે. અલ્સરેટિવ કોલાઈટીસ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે. ઘઉંના જવારાનો રસ પીધા પછી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતા એટ્રોવાસ્ટેટિન જેવી જ અસરો ઉત્પન્ન કરે છે. ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી ઘણી વખત લોકો બેચેન થઈ જાય છે.
તેથી જવારાનો રસ લેતા પહેલા તમારે તબીબની સલાહ લેવી જાેઈએ અથવા ઓછી માત્રામાં સેવન કરવું જાેઈએ. કેટલાક લોકોને એલર્જીની તકલીફ હોય છે, આવા લોકોએ એલર્જીનો ખતરો ટાળવા રસ લેતા પહેલા પરીક્ષણ કરાવવું જાેઈએ. આ રસના સેવનથી કોઈને પણ ઝાડાની સમસ્યા થઈ શકે છે. તેથી તેનું સેવન ખૂબ વધુ પ્રમાણમાં ન કરવું જાેઈએ. આ રસ પીવાથી ગભરામણ થઈ શકે છે. જાેકે આ રસના સેવનના પ્રારંભે થાય છે અથવા ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી થાય છે.