ઉત્તરપ્રદેશના બઇરાઇચમાં માર્ગ અકસ્માત છના મોત ૧૦ને ઇજા
લખનૌ, ઉત્તરપ્રદેશના બઇરાઇચ જનપદના પયાગપુર પોલીસ સ્ટેશનની હદમાં શિવ દહા વળાંક પાસે એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં છ વ્યક્તિઓના મોત નિપજયા છે જયારે ૧૦ લોકોને ઇજા થઇ છે.ઇજા પામેલાઓમાંથી પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવ્યા છે. ઇજા પામેલાઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર બઇરાઇચ જનપદના પયાગપુરમાં અકસ્માત થયો છે એક મહિન્દ્રા ગાડીમાં સવાર ૧૬ પ્રવાસી આંબેડકરનગર ખાતે કિછૌછા શરીફના દર્શન કરીને પાછા ફરી રહ્યાં હતાં ત્યારે પયાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવદહા વળાંક પાસે એક અજાણ્યા વાહને તેને ટકકર મારી હતી આ ઘટનામાં છ લોકોના ઘટના સ્થળે મોત થયા હતાં.મૃતકોમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થયા છે.
જાે કે સ્થાનિક લોકોનો આરોપ છે કે સમયસર એમ્બ્યુલન્સ આવી ગઇ હોતતો કેટલાક લોકોના જીવ બચી શકયા હોત પરંતુ એમ્બ્યુલન્સ સમય સર ન પહોંચતા પોલીસની ગાડીમાં તમામને જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તમામ મૃતકો અને ઘાયલોને લખીમપુર ખીરી જિલ્લામાં તિકુનિીયા અને સિંગાહીનના રહેવાસી છે. આ તમામ લોકો ઝિયારતી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે આ અકસ્માતથી પરિવાજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે જિયારત કરી લખીમપુર પાછા ફરતી વખતે શિવદહા વળાંક પાસે કોઇ અજાણ્યા વાહને વાનને ટકકર મારી હતી.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્કયુ ઓપરેશન કર્યું હતું જયારે સ્થાનીકોએ પણ મદદ કરી હતી જાે કે એમ્બ્યુલન્સ સમયસર ન આવી હોવાથી લોકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે પોલીસે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.HS