ઉત્તરપ્રદેશના લલિતપુરમાં બસનો અકસ્માત: ૬ લોકોના મોત

લખનૌ, ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે . મંગળવારે સાંજે અહીંના કોતવાલી વિસ્તારના મહારૌની રોડ પર બાઇક સવારને બચાવવા જતા ખાનગી બસ ખાડામાં પડી હતી. આ ઘટનામાં બસમાં સવાર ત્રણ ડઝનથી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સૂચના બાદ પોલીસ પહોંચી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને સત્વરે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃતકોની ઓળખ કરવાના કામગીરી હાલ ચાલી રહી છે. જિલ્લાથી માદવરા જઈ રહેલી બસ બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી. જેમાં બસમાં સવાર ૩૬ લોકો ઘાયલ થયા હતા જ્યારે આ ઘટનામાં ૬ લોકોના કરૂણ મોત થયા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ ઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે લલિતપુર જિલ્લામાં પેસેન્જર બસ પલટી જવાની દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર તેમણે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે.HS