ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે: કેજરીવાલ

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતા કહ્યું કે તેમની પાર્ટી ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચુંટણીમાં ભાગ લેશે. કેજરીવાલે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં દરેક પાર્ટીની સરકાર આવી પરંતુ પોતાના ઘર ભરવા સિવાય કોઇએ યુપી માટે કાંઇ કર્યું નથી આજે નાની નાની સુવિધાઓ માટે યુપીના લોકોને દિલ્હી કેમ આવવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશની તમામ રાજકીય પાર્ટીઓ લોકોની સાથે છેંતરપીડી કરી રહી છે પ્રત્યેક સરકારે ભ્રષ્ટાચારના મામલામાં એક બીજાને પાર કરી દીધા હતાં દિલ્હીમાં રહેનાર ઉત્તરપ્રદેશના ખુબ લોકોએ ગત કેટલાક વર્ષોમાં અમને કહ્યું કે યુપી પણ દિલ્હીની જેમ કલ્યાણ અને લાભનો હકદાર છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે પુરી યુપીમાં યોગ્ય અને સાફ નીયત વાળી રાજનીતિની કમી છે આ ફકત આમ આદમી પારટી આપી શકે છે ઉત્તરપ્રદેશને ગંદી રાજનીતિ અને ભ્રષ્ટ્ર નેતાઓએ વિકાસથી દુર રાખ્યું છે આથી દિલ્હીમાં જે સુવિધાઓ લોકોને મળી રહી છે તે યુપીમાં હજુ સુધી મળી રહી નથી તેમણે કહ્યું કે યુપીમાં આપની સરકાર બનવા પર ત્યાં પણ દિલ્હીના વિકાસ માડેલને લાગુ કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઇ રહી છે.મહિલાઓ યુવતીઓ સુરક્ષિત રહી નથી અવારનવાર દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓ બની રહી છે અને યુપીની સરકાર માત્ર જાેયા કરે છે જેથી અપરાધીઓના હોંસલા બુંલદ થયા છે.તેમણે કિસાનોના આંદોલનને લઇ કેન્દ્રની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મોદી સરકારે કિસાનોની વાત માની ત્રણ કૃષિ વિધેયકો પાછા ખેંચવા જાેઇએ.
એ યાદ રહે આમ આદમી પાર્ટી આ પહેલા દિલ્હી પંજાબ ગોવા અને હરિયાણામાં પણ કેટલીક બેઠકો પર ચુંટણી લડી ચુકી છે જયાં દિલ્હી અને પંજાબમાં પાર્ટીને સારી એવી સફળતા મળી છે. પોતાના સારા આરોગ્ય શિક્ષણ અને ફ્રી પાણી વિજળીની ફોમ્ર્યુલાના કારણે ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ચુંટણીમાં પાર્ટીને ૭૦માંથી ૬૨ બેઠકો મળી હતી અને તેણે ત્રીજીવાર સરકાર બનાવવામાં સફળતા હાંસલ કરી હતી.HS