ઉત્તરપ્રદેશને રમાખાણોથી મુક્ત રાખનારને જ મત આપજો: વડાપ્રધાન
સહારપુર, વડાપ્રધાન મોદી આજે સહારપુરમાં જનતાને સંબોધન આપવા પહોચ્યા હતા. જ્યા તેમણે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારમાં ધમાલ થતી હતી. પરંતુ હવે કોઈ પણ પ્રકારની ધમાલ નથી થતી. માટે રાજ્યને અસામાજિક તત્વોથી દૂર રાખવા માટે વોટ ભાજપને આપવો જરૂરી છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કાના મતાદાતાઓને હું માફી માગું છું કારણકે મારી ફરજ હતી ચૂંટણી જાહેર થયા બાદ તમારી વચ્ચે આવું. પરંતુ હું ન આવી શક્યો કારણકે ચૂંટણી પંચે અમુક મર્યાદાઓ રાખી હતી.પીએમ મોદીએ કહ્યું કે ઘોર પરિવારવાદી લોકો સરકારમાં હોત તો વેક્સિન રસ્તામાં જ વેચાઈ જતી અને કોરોના સામેની લડાઈ તમારા માટે મુશ્કેલ બની જતી. સાથેજ તેમણે કહ્યું જે આપણી બહેન અને દિકરીઓને ભય મુક્ત રાખે તેનેજ આપણે વોટ આપીશું અને જે અપરાધીઓને જેલ મોકલશે તેનેજ વોટ આપીશું.
આ સીવાય પીએમ મોદી બોલ્યા કે સીએમ યોગીના નેતૃત્વમાં યુપીમાં સારા રસ્તાઓ બન્યા છે. જેમા ગંગા એક્સપ્રેસ વે, દિલ્હી -દેહરાદૂન એક્સપ્રેસ વે , દિલ્હી યમુનોત્રી હાઈવે, દિલ્હી સહારનપુર ફોરલેન, સહારનપુર એરપોર્ટ જેવા મોટા કામ સીએમ યોગીએ કર્યા છે. જે અત્યાર સુધીમાં કોઈ સરકારે નથી કર્યા.
શેરડીના ખેડૂતોને લઈને પીએમ મોદીએ કહ્યું કે ભારતના બજારમાં ખાંડનું ઉત્પાદન વધે તો પણ ભારતના ખાંડના કારખાનાઓ ખાંડનું ઉત્પાદન કરતા ડરે છે. કારખાના બંધ કરે છે. જેના કારણે શેરડીના ખેડૂતોને ભારે તકલીફ પડે છે. જેથી ભાજપ શેરડીના ખેડૂતોને રાહત આપવાનો સ્થાયી ઉપાય પણ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે શેરડીથી માત્ર ખાંડ બને છે તેવું નથી પણ જરૂર પડશે તો ઈથેનોલ પણ બનાવીશું પરંતુ શેરડીના ખેડૂતોને હેરાન નહી થવા દઈએ.HS