ઉત્તરપ્રદેશમાં એક એવી સ્કુલ છે કે જ્યાં બિલ્ડીંગ નથી, કે નથી શૌચાલય કે પીવાનું પાણી
શાહજહાંપુર (યુપી), ઉત્તરપ્રદેશમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ખુલ્લા આકાશમાં જમીન પર બેસવાની ફરજ પડે છે કારણ કે સ્કુલનું કોઈ બિલ્ડીંગ જ નથી, અને ટોઇલેટનો ઉપયોગ કરવા ઘરે પાછા જવું ફરજિયાત છે કારણ કે શાળામાં મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે.
શાળાના શિક્ષક મેઘા અગ્રવાલ કહે છે: “જો તેઓ તરસ્યા હોય અથવા તો શૌચાલયમાં જવાની જરૂર હોય તો વિદ્યાર્થીઓ તેમના ઘરે જાય છે, કારણ કે અહીં કોઈ સુવિધા નથી. વરસાદ પડે ત્યારે શાળા બંધ રહે છે. મધ્યાહ્ન ભોજન માટે શાળામાં કોઈ જગ્યા નથી. ભોજન નજીકના શાળામાંથી રાંધવામાં આવે છે અને લાવવામાં આવે છે.
જોકે, શિક્ષણ અધિકારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે, આ મુદ્દાને ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે.”ત્યાં કેટલીક સરકારી શાળાઓ હતી જે ભાડે આપેલ પ્રોપર્ટીઝમાંથી કામ કરતી હતી. અમે ઇમારત બનાવવા માટે જગ્યા અને ભંડોળ માંગીશું, એમ કુમારે જણાવ્યું હતું. 2019-20ના રાજ્ય સરકારના બજેટમાં, પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.