ઉત્તરપ્રદેશમાં ખેડૂતોના મુદ્દા પર મોટા પાયે આંદોલન થશે
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીએ ખેડુતોના મુદ્દા પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકારને ઘેરવા માટે તૈયારી કરી લીધી છે. ચૂંટણી માટેની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે.
આ વખતે કોંગ્રેસ પાર્ટી તેની ગુમાવેલી પ્રતિષ્ઠાને હાંસલ કરવા અને વિતેલા વર્ષોમાં કરેલી ભુલોનુ પુનરાવર્તન ન કરવા માટે તૈયારી કરી છે. કોંગ્રેસ પાર્ટી કેટલાક મુદ્દાને ચગાવવા માટે તૈયાર છે. ખેડુતોના મુદ્દાને લઇને મોદી સરકાર તેમજ યોગી સરકારને ભીંસમાં લેવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી સમગ્ર રાજ્યમાં ખેડુતોના મુદ્દા પર મોટા પાયે આંદોલન કરવા માટે તૈયાર છે. સાથે સાથે તમામ કાર્યકરો દ્વારા ખેડુતોના મુદ્દા પર નુક્કડ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તાલુકાવાર કાર્યક્રમની સાથે સાથે દરેક બ્લોકમાં પણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. દરેક બ્લોકમાં ખેડુતોના ઘરમાં જઇને તેમની સમસ્યા સાંભળવામાં આવનાર છે.
ાલીમ શિબિરમાં જિલ્લા સ્તર પર સોશિયલ મિડિયા તેમજ ડિજિટલ કોમ્યુનિકેશન પર ભાર મુકવામાં આવનાર છે. જિલ્લાસ્તર મહિલા કોંગ્રેસ, પછાત વર્ગ, યુવા કોંગ્રેસ, પ્રોફેશનલ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ખેડુતોના મુદ્દાને લઇને આ અભિયાનમાં કોંગ્રેસ કાર્યકરો જનપ્રતિનિધીઓ તેમજ વહીવટી અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવનાર છે. કોંગ્રેસ કાર્યકરો માંગણી પત્ર ભરીને તહેસીલ, જિલ્લા, તેમજ ઓફિસ સ્તર પર કાર્યક્રમ યોજનાર છે. કોંગ્રેસના સંગઠનને મજબુત કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. ખેડુતોના ઘરે જઇને તેમની રજૂઆત સાંભળવા માટે ધ્યાન આપવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટી આંદોલન કરવાના મુડમાં આક્રમક બની રહી છે.