ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓ સાથે જતી બસનો અકસ્માત થતા ૭નાં મોત
લખનૌ: ઉત્તર પ્રદેશનાં સંભલ જિલ્લામાં આગ્રા-મુરાદાબાદ હાઇવે પર મોડી રાત્રે થયેલ ભીષણ અકસ્માતમાં ૭ લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં જાનૈયાઓ સાથે જતી એક બસનો પણ સમાવેશ થાય છે. બસ લગ્નમાંથી પરત આવી રહી હતી અને આગ્રા-મુરાદાબાદ હાઇવે પર તેને આ ભીષણ અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો.
અકસ્માતના સમાચાર મળતા બહજાેઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આઠ ઘાયલોને નજીકના બહજાેઈ સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકોના દેહ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ચંદોસી ક્ષેત્રના છપરા ગામથી પરત આવી રહેલી જાનને લાહરવાન ગામ પાસે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અધિકારી ચક્રેશ મિશ્રાના કહેવા અનુસાર બસ પંચરના કારણે રસ્તાના કિનારે પાર્ક કરેલી હતી એવામાં બીજા વાહન દ્વારા ટક્કર મારવામાં આવતા અકસ્માત થયો હતો અને બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાં મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઘાયલોને મદદ માટે આદેશ કર્યા હતા.